કાર્યક્રમ:જેતપુરમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, બાળકોને કિટનું વિતરણ કરાયું

જેતપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોરઠિયા દરજી જ્ઞાતિ તેમજ યુવા ગ્રૂપ દ્વારા કરાયું આયોજન

જેતપુર સહિત સમગ્ર સોરઠમાં વસતા સોરઠિયા દરજી સમાજના સંતાનો માત્ર ને માત્ર ટાંકા ટેભાના વ્યવસાયમાં પરોવાયેલા ન રહે અને અન્ય શિક્ષિત સમાજની જેમ દરજીના દીકરા દીકરી ભણે તેવી શૈક્ષણિક જાગૃતિ આવે તેવા પ્રયત્નો યુવા આગેવાન મયુર સરવૈયા તથા પ્રમુખ સંજયભાઈ ગોહેલ તેમજ યુવા ગ્રૂપ દ્વ્રારા કરવામાં આવે છે તેના અનુસંધાને તાજેતરમાંં બાળકોનો સન્માન સમારોહ અને કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સોરઠિયા દરજી જ્ઞાતી યુવા ગ્રુપ દ્વ્રારા જ્ઞાતિરત્ન એવોર્ડ, સરસ્વતી સન્માન સમારોહ, વડીલ વંદના, અડદિયા વિતરણ થકી સામાજિક એકતા સુદ્રઢ બનાવાના કાર્ય કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાંં રાજ્યકક્ષાના સરસ્વતી સન્માન સમારોહ અને જ્ઞાતીના મોભીઓના સન્માનનું પણ આયોજન થઇ રહ્યું છે.

તાજેતરમાં આ ગ્રૂપ દ્વારા સોરઠિયા દરજી જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં શિલ્ડ, સ્કુલબેગથી માંડીને રબ્બર સુધીની તમામ વસ્તુઓની કીટ બાળકોને ભેટ આપવામા આવી હતી. દાતાઓ હરેશભાઈ ચોહાણ, દુષ્યંતભાઇ ગોહેલ, રાજુભાઈ હિંગુ, રમણીકભાઇ સાપરિયા, અમૃતભાઈ હિંગુ, અમૃતભાઈ મકવાણા, અનુભાઇ સરવૈયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...