તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બંગાળનો વિધર્મી યુવાન સગીરાને ભગાડી જેતપુર લઇ આવ્યો, લવજેહાદની ઘટનામાં સીઆઇડી સાથે મળી સ્થાનિક પોલીસે સગીરાને મુક્ત કરાવી

જેતપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પશ્ચિમ બંગાળનો પરિણીત મુસ્લિમ યુવાન હિન્દુ કિશોરીનું અપહરણ કરી જેતપુર લાવ્યો હોવાની માહિતીને આધારે ત્યાંની પોલીસ અહીં આવી હતી અને બંનેને શોધી કાઢતા કિશોરી અપહરણ સમયે આરોપીને ઓળખતી પણ ન હોવાનું બહાર આવતા આખો મામલો લવજેહાદનો નીકળ્યો હતો. પશ્ચિમ બંગાળના બરૂઈપુર જીબનતલ્લા પોલીસ સ્ટેશનમાં એક પ્રૌઢે પોતાની 14 વર્ષની પુત્રીનું તેના જ ગામનો તોહિદુર રહેમાન નામનો પરિણીત મુસ્લિમ યુવાન અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

દિલ્હીની મિશન મુક્તિ ફાઉન્ડેશન નામની સંસ્થા કે જે બાળકોના અપહરણ બાબતનું કામ કરે છે. તેણે આ કેસ હાથમાં લીધો અને જાણવા મળ્યું કે, તોહિદુર જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહે છે. પરંતુ આ સંસ્થા પાસે કાનૂની સત્તા ન હોવાથી કેન્દ્રની મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયની નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સના ચેરપર્સન પ્રિયંકા કાનંગોએ મુક્તિ ફાઉન્ડેશનને પોતાના પ્રતિનિધિ તરીકે બંગાળ સીઆઇડી પોલીસ સાથે જેતપુર મોકલ્યા હતા. જેમાં સ્થાનિક પોલીસને સાથે રાખી શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી તોહિદુર મળી આવતા તેની ચુંગાલમાંથી કિશોરીને મુક્ત કરાવી હતી. જેમાં આજે બંનેને કોરોના ટેસ્ટ માટે જેતપુર સરકારી હોસ્પિટલે લાવતા ત્યાં કિશોરી ચોધાર આંસુએ રડતી હતી.

આ મુક્તિ સંસ્થાના ડિટેક્ટર વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે તોહિદુરે પ્રથમ કિશોરીને પોતાની ઓળખ હિન્દૂ તરીકે અને પોતાનું રાજ નામ હોવાનું જણાવ્યું હતું. પરંતુ જ્યારે યુવક તેણીનું અપહરણ કરીને જેતપુર લાવ્યો ત્યારે તેણીને ખબર પડી કે, યુવક મુસ્લિમ છે. કિશોરી અહીં કોઈને ઓળખતી ન હોવાથી યુવક જેમ કહે તેમ કરતી યુવક કિશોરીને મુસ્લિમ નામ આપી નમાઝ પઢવા માટે દબાણ કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી, આખો મામલો લવજેહાદનો નીકળ્યો હતો, હાલ બંગાળ પોલીસ કિશોરીને રાજકોટ સરકારી હોસ્પિટલે શારીરિક પરીક્ષણ માટે લઈ ગઈ છે અને ત્યાંથી બંગાળ લઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો