તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જેતપુરમાં રોડ,પાણી પ્રશ્ને પાલિકામાં મહિલાઓના ધરણાં અને ઉપવાસ

જેતપુર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પછાત વિસ્તારમાં સુવિધા મદ્દે તંત્રની વહાલા દવલાની નીતિ, રોષ

જેતપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા પછાત વિસ્તારોમાં બિસ્માર થયેલા રોડ નવા બનાવવા અને પાણી બાબતે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા હાલ ન થતાં નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપી મહિલાઓ ઉપવાસ પર બેસી ગયા હતા જેતપુર નગરપાલિકા દ્વારા શહેરના અમુક રોડ વર્ષમાં ચાર ચાર વાર બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના મહિલા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી શહેરના પછાત વિસ્તારો જેવા કે, જનકલ્યાણી કે જ્યાં માલધારીઓની વસાહત છે.

ત્યાં અને મુરાદશા દરગાહ જવાનો રોડ તેમજ નરસંગ ટેકરીનો આગળનો રોડ વિસ્તાર અસ્તિત્વ આવ્યો ત્યારથી અત્યાર સુધી ત્યાં કયારેય પાકા રોડ બનાવવામાં જ નથી આવ્યા.હજુ પણ કાચા ધૂળિયા રસ્તા જ છે. ભાદર ડેમ આખો ભર્યો છે કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ અહીંના વિસ્તારોને છતે પાણીએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે નરસંગ ટેકરી ઉંચાઈ ઉપર આવેલો વિસ્તાર છે.

અને પાલિકા દ્વારા ઓછા દબાણથી પાણી આપવામાં આવતું હોવાથી પૂરતા ઘરોમાં પાણી પણ નથી આ પહોંચતું. આમ કોંગ્રેસ મહિલા સદસ્ય સાથે તે વિસ્તારની મહિલાઓ ધરણાં ઉપર ઉતર્યા હતા અને ચીફ ઓફિસરને આવેદન આપી યોગ્ય કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો