તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેક માનવતાની:બ્લડ કેન્સર સામે ઝઝૂમતા યુવાનની દર્દીઓને સારવારમાં પહોંચાડવા દોડ

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિત્રો પાસેથી આર્થિક મદદ મેળવી કાર ખરીદી એમ્બ્યુલન્સ બનાવી

જેતપુર કોરોના દિવસેને દિવસે વધુને વધુ બિહામણા ચિત્રો સામે લાવી રહ્યો છે. અંગત સ્વજનો પણ જ્યાં સાથ આપી શકતા નથી ત્યારે જેતપુર તાલુકામાં એક એવાં વ્યક્તિ છે કે જે પોતે મોત સામે ઝઝૂમી રહ્યાં છે અને કોરોના દર્દીઓને જલદી સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. હાલ જેતપુરમાં દર્દીઓને કોઈપણ હોસ્પિટલમાં આવવા જવા માટે એમ્બ્યુલન્સ નથી મળી રહી જેથી લોકો હોસ્પિટલ સુધી નથી પહોંચી શકતાં અને મોતને ભેટી રહ્યાં છે.

પરંતુ આ દર્દ જોઈ જેતપુર નવાગઢ વિસ્તારમાં રહેતાં ફારૂકભાઈ મોદન રહી ન શકયા અને પોતે જ ગ્રુપ પાસેથી મદદ લઈ બે ગાડીઓ લીધી અને તેને એમ્બ્યુલન્સ બનાવી દીધી. નવાઇની વાત તો એ છે કે ફારૂકભાઈ મોદન દોઢ વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત છે અને થેરાપીની મદદથી પોતે મોત સામે જંગ લડી રહ્યાં છે.

છતાં દિવસ રાત જોયાં વગર કોરોના દર્દીઓની પાસે એક પણ રૂપિયો લીધા વગર હોસ્પિટલ પહોંચાડી રહ્યાં છે. ફારૂકભાઈ અને તેમનો પુત્ર મુસ્તાક ફોન આવે એટલે તરત જ દર્દીઓને રાજકોટ, જૂનાગઢ, સાંકળી આજુબાજુની હોસ્પિટલમાં પહોંચાડે છે અને અત્યાર સુધીમાં ફારૂકભાઈએ 50 દર્દીને રાજકોટ કે જૂનાગઢ પહોંચાડયા છે અને જેતપુરમાં પણ આ સેવામાં ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...