તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જેતલસર જંક્શનના સર્વિસ રોડનું કામ શરૂ ન થાય તો તાળાબંધી સહિતના કાર્યક્રમો

જેતપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે લોકો સાથે મળી મામલતદારને આવેદન આપી કરી રજૂઆત

જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામે સર્વિસ રોડનું કામ છેલ્લા થોડા સમયથી ટલ્લે ચડાવાતું હોવાથી ગ્રામ પંચાયતના સરપંચે ગ્રામજનોને સાથે રાખીને મામલતદારને આવેદન આપી આક્રોશપૂર્ણ રજૂઆત કરી હતી કે જો હવે રોડનું કામ શરૂ નહીં કરવામાં આવે તો ગામ બંધ, તાળાબંધી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.જેતપુર તાલુકાના જેતલસર જંક્શન ગ્રામ પંચાયતના સરપંચ ગોરધન ભાઇ વાઘેલા અને ગ્રામજનો દ્વારા જેતપુર મામલતદાર (ગ્રામ્ય)ને એક આવેદન આપી સર્વિસ રોડનુ કામ તાકીદે શરૂ કરવામાં આવે તેવી માગણી કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે નેશનલ હાઇવે પાસે જેતલસર જંક્શન અને જેતપુર શહેરને જોડતો એ સર્વિસ રોડ ઘણા લાંબા સમયથી મંજુર થયો છે. અહી સર્વિસ રોડની નજીક ખેતર ધરાવતા એક ખેડુત દ્વારા જ્યારે પણ કામ શરૂ થાય કે તેમા યેનકેન પ્રકારે વિઘ્નો ઉભા કરી આ કામને અટકાવે છે. સર્વિસ રોડ થી જેતપુર શહેર પહોંચવામા આશરે ચાર કિ.મી. અંતર ટુંકુ થાય છે. થોડા દિવસ પહેલા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને હાઇવે ઓથોરીટીના અધિકારીઓની હાજરીમા પેશકદમી દૂર કરવામા આવેલ, અને તાત્કાલિક કામ શરૂ કરવાની બાહેંધરી આપવામા આવેલ.

અધિકારીઓના ગયા બાદ યોગ્ય સમયે કામગીરી શરૂ કરવામા ન આવતા આ ખેડૂતે અધિકારીઓની હાજરીમા નાખવામા આવેલ દડી-નિશાની બાદમા કાઢી નાખી હતી.જેને કારણે ગ્રામજનોએ હવે ઇસ પાર અથવા ઉસ પારનુ નક્કી કરી મામલતદારને ફરી આવેદન પત્ર આપી પોતાની માગણી દોહરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...