ચોરી:જેતપુરના ઉમરાળી ગામે મંદિરમાંથી દાગીનાની ચોરી, ચાંદીના 14 છત્તર, લકી સહિતની તસ્કરી, પૂજારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

જેતપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેતપુર તાલુકાના ઉમરાળી ગામે આવેલા મેલડી માતાજીનાં મંદિરમાંથી ચાદીના છતર, લકી સહિતના દાગીનાની દિવસ દરમિયાન અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાંની ફરિયાદ મેલડી માતાજીના મંદિરનાં પુજારીએ તાલુકા પોલીસમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે પોલીસે તસ્કરોનું પગેરુ શોધવા માટે કવાયત હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જેતપુરના ઉમરાળી ગામે રહેતાં ખોડાભાઈ ચનાભાઈ સોજીત્રા તેનાં ઘર પાસે આવેલ મેલડી માતાજીનાં મંદિરે ધુપ-દિપ કરતાં હોય નિત્યક્રમ મુજબ તેઓ સવારે ૭ કલાકે મંદિરે દિવાબતી કરી ગામની સીમમાં આવેલ દેવશીભાઈની વાડીએ ખેત મજુરી કરવા જતાં રહેતાં સાજે ૫ વાગ્યે વાડીએથી પરત ફરી મંદિર દિવાબતી કરવાના હોય ત્યાં પહોંચતા માતાજીને ચડાવેલ ચાદીના છતર નંગ ૧૪, ચાદીની લકી -૧, માતાજીનાં હોઠ ન હોય નજીકમાં તપાસ કરતાં મળી ન આવતાં ચોરી થયાનું માલુમ પડેલ જેથી આ અંગે પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસે ખોડાભાઈની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ચાદીના દાગીના ૧૨૦૦ ગ્રામ કિ.રૂ!.૬૦,૦૦૦ ની ચોરીની ફરીયાદ નોંધી પગેરૂ શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...