તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જેતપુર ડાઇંગ & પ્રિન્ટિંગ એસો.ના પ્રમુખને ફોન પર મારી નાખવાની ધમકી

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂતકાળમાં જીપીસીબીમાં કરેલી ફરિયાદનો ખાર રાખી આ કૃત્ય કર્યું

જેતપુર ડાઇંગ & પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઇ રામોલિયાએ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમા જેતપુર નવાગઢ નગર પાલીકાના પૂર્વ સદસ્ય અને હાલના ભાજપના કવીબેન સાન્જવાના પતિ સામતભાઇ સાંજવા અને તેના પુત્ર રામદેવ સામે પાણી પ્રદુષણના બહાને નાણા પડાવવાના મનસુબા સાથે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગે નજીકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપુરના સુધરાઇના ભાજપાના મહિલા સદસ્યાના પતિ અને પુત્રએ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિંટીગ એશોશિએસનના પ્રમુખને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવા પાછળના કારણોમા ભુતકાળમા આ બન્ને બાપ દિકરાએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમા અનેક વખત સાડીના કારખાના દ્વારા ફેલાતા પાણી પ્રદુષણ બાબતે અરજીઓ કરી અને પોતાનો હેતુ સિધ્ધ થઇ જતા હવે પ્રદુષણ થતુ નથી તેવુ લેખિતમા જીપીસીબીને આપીને પોતાએ કરેલી તમામ અરજીઓ 2016મા પરત ખેંચી હતી.

જેતપુર ડાઇંગ & પ્રિન્ટિંગ એસો.ના પ્રમુખ જેન્તીભાઇએ કરેલી પોલીસ ફરિયાદ ઉપરાંત સામતભાઇ સાંજવા અને તેના પુત્ર રામદેવની સામે વનરાજ રવજીભાઇ સાહિયાએ પોતાના નોકરીના સ્થળે આ બન્ને બાપ-દીકરાએ આવીને જાતિ પ્રત્યે અપશબ્દો કહી અપમાનિત કર્યા અંગેની એટ્રોસીટી એક્ટ હેઠળ ફરીયાદ નોધાવતા બન્ને આરોપી શહેર પોલીસ સ્ટેશનમા સામેથી હાજર થતા પોલીસે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમણે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ કરી છે એ જેન્તીભાઇ રામોલિયાના પ્રમુખ સંચાલન હેઠળના ફિલ્ટર પ્લાનમા જ આ વનરાજ સાહિયા નોકરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...