દરોડો:જેતપુરના ફાર્મમાંથી 10 પ્યાસીની ધરપકડ, જૂનાગઢ રોડ પરના ફાર્મહાઉસમાં પોલીસે ત્રાટકી નશેડીઓનો નશો ઉતાર્યો

જેતપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલા બાબા પરસોલી ફાર્મમાં બુધવારે રાત્રે તાલુકા પોલીસ દ્વારા બાતમીના આધારે રેઈડ કરતા ૧૦ જેટલા લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી લીધા હતા. તાલુકા પોલીસ કાફલાને જોઇને જ અમુકનો નશો તો ત્યાં જ હવા થઇ ગયો હતો.

પોલીસ ચોપડે નોંધાયેલી જુદી જુદી એફઆઈઆર મુજબ તાલુકા પોલીસ ઇન્ચાર્જ પીઆઇ ટી.બી.જાની સહિત પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બાબા પારસોલી ફાર્મમાં અમુક ઇસમો દારૂની બોટલ સાથે બેઠેલા છે, જે હકીકત વાળી જગ્યાએ ૧૨:૩૦ કલાકે દરોડો કરતા સદરહુ જગ્યાએ ૧૦ ઇસમો પ્યાલા ભરીને બેઠા હોય જેઓને આ ફાર્મહાઉસ માલીક બાબતે પુછતા હાજર નહી હોવાનુ જાણવા મળતા દારૂની મહેફિલ માણતા આરોપીઓ મોહિત શીરીષભાઈ દોશી, કેતન દિનેશભાઈ ડાભી,કપિલ ભુપેન્દ્રભાઈ પૂજાણી, મહિપાલસિંહ જાડેજા,અલ્પેશ ભીમજીયાણી, રવી બકુભાઈ ગોસાઈ, સાગર મહેશભાઈ જયસ્વાલ, ફ્યાઝ રહીમભાઈ ભટ્ટ (રહે, ફુલવાડી), ચેતન સવજીભાઈ ગોંડલિયા (રહે, ગેલેક્સી એપાર્ટમેન્ટ), સંજય હેમતસિંહ ગોહિલને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...