અરજી:જેતપુરના યુવાને ફાઇનાન્સ કંપનીની લોન ભરવા કિડની વેચવાની માગી મંજૂરી

જેતપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોન ભરવાની ભીંસ વધતા યુવાને મામલતદારને રૂબરૂ મળીને આપી અરજી

જેતપુરમાં ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી લોન ભરવા માટે જેતપુરના ટાકુરીપરા વિસ્તારમાં આવેલી મહાદેવ સોસોયટીમાં રહેતા પ્રફુલભાઈ યાદવ નામના વ્યક્તિએ જેતપુર મામલતદારને અરજી કરીને પોતાની કિડની વેચવાની મંજુરી માગી છે અને અરજીમાં જણાવ્યું છે કે મેં ચાર વર્ષ પહેલા રાજકોટની વાસ્તુ ફાઇનાન્સ નામની કંપની પાસેથી પોતાના મકાન માટે લોન લીધી હતી જેમાં એક પણ હપ્તો ખંડિત થયેલ નથી પરંતુ વારંવાર કંપની દ્વારા મને લોન ભરવા માટે દબાવવામાં આવતો હતો અને મારી આર્થિક સ્થિતિ નબળી છે, તેથી કિડની વેચવા સિવાય કોઇ આરોઓવારો નથી આથી મને કિડની વેચવાની મંજુરી આપો.

પ્રફુલભાઈ યાદવે ઉમેર્યું હતું કે તેમની સાથે છેતરપીંડી અને વિશ્વાસ ઘાત થયો છે. આ અંગે અનેકવાર ઉપરી અધિકારીઓને જાણ કરી છે. પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. ઉપરથી ફાઈનાન્સ કંપનીના જવાબદારો દ્વારા ધાક ધમકી મળે છે. આથી જો મને કિડની વેચવાની મંજુરી આપવામાં આવે તો લોનના બાકી નિકળતું લેણું ચૂકવી શકાશે અને પરિવારનું ગુજરાન ચલાવવામાં તેમજ બાળકોની સ્કુલ ફી ભરવામાં સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...