માનસિક ત્રાસનો આક્ષેપ:જેતપુરમાં છ મહિના પહેલા નિકાહ કરનારી પરિણીતાએ ફાંસો ખાઇ લીધો

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયાના ત્રાસથી પુત્રીએ મોત માગ્યાનો માવતરનો આક્ષેપ

જેતપુરમાં છ મહિના પૂર્વે જ જેતપુરના મુસ્લીમ યુવક સાથે નિકાહ કરનારી રાજકોટની મેમણ યુવતીએ વાસી બકરી ઈદના દિવસે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા યુવતીના પરીવારજનોએ સાસરિયા સામે માનસિક ત્રાસનો આક્ષેપ કર્યો હતો. રાજકોટના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતી સુજાન ફુફારના નિકાહ જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં રહેતો, કાપડની દુકાન ધરાવતો રાહીલ વાડીવાલા સાથે મુસ્લિમ રીતરિવાજ મુજબ થયા હતા.

આ પરિણીતાએ ઘરે કોઈ હાજર ન હતું ત્યારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ સીટી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી યુવતીના મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. યુવતીના પિયરીયામાં આપઘાતની જાણ કરવામાં આવતાં તેઓ તરત જ જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચી ગયાં હતા. અને પોતાની પુત્રીને તેનો પતિ માનસીક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

બકરીઈદ જેવો તહેવાર ગયો તો પણ બોલાવવાની નહિ ક્યાંય બહાર લઈ પણ જવાની નહિ તેવું વર્તન કરતો હોવાથી પોતાની પુત્રીના મોત અંગે શંકા વ્યક્ત કરી મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવવાની માંગ કરતા પોલીસે મૃતદેહ રાજકોટ મોકલવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...