તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજદારોમાં રોષ:જેતપુર ટીડીઓના જાતિ પ્રમાણપત્ર માટે વેરાબિલ રજૂ કરવાના નિયમ સામે રોષ

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયતનું સ્વભંડોળ ઊંચું લાવવા આવો નિર્ણય મેં લીધો છે: ટીડીઓ

જેતપુર તાલુકામાં સામાન્ય જાતિનો દાખલો જોઇતો હોય તો વેરા બિલનો આગ્રહ ટીડીઓ રાખતા હોઇ અમુક અરજદારોમાં આ મુદે રોષ છવાયો છે. જો કે આ અંગે ટીડીઓ કહે છે કે મેં આવું 2019થી અમલમાં રાખ્યું છે અને મારો હેતુ શુભ અને સારો છે કે લોકો વેરો ભરતા થાય અને ગ્રામ પંચાયતનું સ્વભંડોળ સ્તર ઉંચુ આવે.

અમુક અરજદારોમાં એવો સુર ઉઠ્યો છે કે જેતપુર તાલુકા પંચાયતમાં જાતિના દાખલ કઢાવવા માટેના ફોર્મ પણ મફતમાં નથી મળતા. એટલુ જ નહીં, જાતિના દાખલા માટે વેરા પહોંચ જોડવી ફરજિયાત ન હોવા છતાં તેનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. આથી ટીડીઓના આવા નિયમ સામે અરજદારોમાં રોષ છવાયો છે.

મારો હેતુ લોકોને વેરો ભરવા માટે સભાન કરવાનો છે
જેતપુર તાલુકા પંચાયતમાં અરજદારોને સુવિધાના નામે અનેક દુવિધા મળતી હોવાનું સામે આવ્યું છે. લોકોને સરકારી કામ માટે તાલુકા મથક ન જવું પડે તે માટે સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં જ અનેક સરકારી દસ્તાવેજો કાઢી આપવાની શરૂઆત કરવામાં આવી હતી પણ જેતપુર તાલુકાના ગામડાઓમાં આ સુવિધાઓ ન આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે જેતપુરના TDO તાલુકા વિકાસ અધિકારી કુંગસિયા દ્વારા સરકારની ઉપરવટ જઈને જેતપુર તાલુકા પંચાયત ખાતે આવતા ગ્રામ્યવિસ્તારના અરજદારોને જાતિના દાખલા માટે ફરજિયાત વેરા પહોંચ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે ટીડીઓની રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે વેરો ઉઘરાવવા માટે જેતપુર તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા પોતાના ઘરનો નિયમ બનાવી જાતિના દાખલા માટે ફરજીયાત વેરા પહોંચ લાવવાનું નક્કી કર્યું હોવાનું સામે આવ્યું છે. > નિશાંત કુંગશિયા, ટીડીઓ

ટીડીઓ પાસે આવી સત્તા છે
કોઈ પણ તાલુકાના ટીડીઓ પાસે વિશાળ સતાઓ છે, જેતપુરના ટીડીઓ દ્વારા જે પગલા લેવામાં આવ્યા છે, કે કોઈ પણ દાખલા કઢાવા માટે વેરાબિલ ફરજીયાત હોવું જોઈએ, તેનાથી એ ફાયદો ગ્રામપંચાયતને પહોંચ્યો છે, અને સ્વભંડોળ શૂન્ય હતું , તે પણ વધી રહ્યું છે, અને વિકાસના કામો કરવા શક્ય બન્યા છે. > નિર્ભય ગોંડલિયા, ડેપ્યુટી ડીડીઓ

અન્ય સમાચારો પણ છે...