એસવાય બીએના અભ્યાસક્રમમાં આંબેડકર વિશે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરવામાં આવતાં જેતપુરના વકીલો અને જાગૃત નાગરિકોએ સાથે મળી તાલુકા સેવા સદન ખાતે ધસી જઇને ડે. કલેક્ટર આલને આવેદન આપીને ખાનગી પ્રકાશન સંસ્થાના સંચાલક સામે કાર્યવાહી કરવા માગણી કરી છે. જેમાં જણાવાયું હતું કે અમુક શબ્દો કે જે ગેરબંધારણીય ઠરાવવામાં આવ્યા હોવા છતાં તેનો ઉલ્લેખ થયો છે. આથી તે પ્રકાશન અને પ્રકાશક સામે કાર્યવાહી થવી જોઇએ.
એક ખાનગી પ્રકાશને પોતાના એસ.વાય.બી.એ સેમેસ્ટર 3 ના પુસ્તકમાં બાબાસાહેબ આંબેડકર તેમજ અનુસૂચિત જાતિ અંગે ગેરબંધારણીય શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. જે શબ્દ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તેમ છતાં તેનો ઉલ્લેખ કરવામાં આવતાં અને સંબંધિત શબ્દને વિદ્યાર્થીઓના અભ્યાસના પુસ્તકમાં છાપી લાગણી દુભાવી હોય જે સંદર્ભે આવેદનપત્ર પાઠવી પબ્લિકેશન અને એડિટર સહિતના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ આવેદનપત્ર આપવામાં જેતપુર બાર એસોસિએશનના પ્રમુખ ગોવિંદ ડોબરીયા, એલ.બી. જેઠવા, શૈલેષ સોલંકી અને અજય જાદવ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.