તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જેતપુરના લુણાગરીમાં પુલ પરથી રિક્ષા ખાબકતા એકનું મોત

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જેતપુરના લુણાગરી ગામે નદી પરના પુલ પરથી છકડો રીક્ષા નીચે ખાબકી હતી અને તેમાં મુસાફરી કરી રહેલા 11 મજૂર પૈકી એકનું મોત થયું હતું. જ્યારે અન્ય 10 મજૂરને ઇજા થતાં તેમને સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલે ખસેડાયા હતા. છકડો રીક્ષાના ચાલકે કાબુ ગુમાવતાં ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. આ મજૂરો ઝુંપડપટ્ટીમાં રહેતા હોવાનું અને સ્લેબ ભરવાનું કામ કરતા હોવાનું તેમજ કામ પર જઇ રહ્યા હોવાનું ખુલ્યું છે.

મૂળ મધ્યપ્રદેશના અને જેતપુરના દેરડીની ધારે ઝૂંપડપટ્ટીમાં રહેતા અને મજૂરી કામ કરતા મજૂરોની છકડો રિક્ષા પૂલ ઉપરથી નીચે ખાબકી હતી અને દેકારો મચી ગયો હતો. કોઇ બચાવ કાર્ય હાથ ધરાય તે પહેલાં એકનું મૃત્યુ અને દસ મજૂરોને ઇજા થતાં તેમને સારવાર માટે લઇ જવાયા છે.

આજે વહેલી સવારે જેતપુરથી લુણાગરી સ્લેબ ભરાણ કામે છકડામાં બેસી મજૂરીએ જતા હતા ત્યારે ભાદર નદીના રેલિંગ વગરના પુલ ઉપર ડ્રાઇવર દયારામ મનિરામ કામબલે રીક્ષા પરનો કાબુ ગુમાવતા પૂલ ઉપરથી નીચે ખાબકી હતી. તમામને તાત્કાલિક સારવાર માટે જેતપુર સિવિલમાં લાવતા વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલમાં રીફર કરાયા હતા. જેમાં કાળું સુખરામ કટારાને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવની તપાસ તાલુકા પીએસઆઇ બાંટવા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...