કાર્યવાહી:જેતપુરના દેવકીગાલોળ પાસેથી કારમાં દારૂ સાથે એકની ધરપકડ

જેતપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસે 1.05 લાખનો મુદ્દામાલ કબજે લીધો

જેતપુરનાં દેવકી ગાલોળ ગામ પાસે 110 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી આરંભી હતી. જેતપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પી.આઈ.ટી.બી.જાની સ્ટાફના બી.એચ.માલીવાડ, ચેતનભાઈ ઠાકોર, પ્રદિપભાઈ આગરીયા સહિતનાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.

એ દરમ્યાન દેવકીગાલોળ ગામેથી પસાર થતાં ખારચીયા ગામ તરફથી આવતી સફેદ કલરની કારને શંકાના આધારે રોકી, કારમાં તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની 110 બોટલ સહિત 33 હજારનો મુદ્દામાલ મળી આવતાં પોલીસે કાર ચાલક દેવદત કાર નં. જીજે-૧-બીઆર-૧૧૫૮ મોબાઈલ મળી કુલ રૂ!.૧,૦૫,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી દારૂ અંગે પુછપરછ કરતાં દારૂ સાથે મેંદરડાનાં ભીખા સગર પાસેથી લઈ તે ધારી ગુંદાળી ગામનાં ચાપરાજ જીલુભાઈ વાળાને આપવા જતો હોવાનું કબુલ કરતાં પોલીસે ત્રણેય શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...