ચકચાર:ચોરવડી નજીકના ખાખરિયા હનુમાન મંદિરના મહંતની હત્યા

જેતપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
હનુમાન મંદિરના મહંતની ફાઈલ તસવીર - Divya Bhaskar
હનુમાન મંદિરના મહંતની ફાઈલ તસવીર
  • જેતપુરની ભાદર કેનાલમાંથી હાથ પગ દોરીથી બાંધેલી હાલતમાં લાશ મળી
  • રુદ્રાનંદની હત્યા કોણે અને શા માટે કરી એ જાણવા પોલીસની કવાયત

જેતપુરના દાસીજીવણ પરા વિસ્તાર પાસેથી પસાર થતી ભાદર કેનાલમાંથી ભગવા રંગની ધોતી પહેરેલી અને હાથ પગ દોરી વડે બાંધી હત્યા નિપજાવેલી હાલતમાં મળેલ લાશ મળી આવી હતી. કોઇએ જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને લાશનો કબજો લઇ, હત્યા કોણે અને શા માટે કરી એ સહિતની વિગતો જાણવા તપાસ આરંભી હતી. જો કે દિવસભર તપાસના ઘોડા દોડાવ્યા બાદ આ લાશ બીલખાના ચોરવડી પાસેના ખાખરીયા હનુમાન મંદિરના મહંત સ્વામી રુદ્રાનંદની હોવાની ઓળખ થઈ હતી.

દાસીજીવણપરા વિસ્તાર પાસેથી પસાર થતી ભાદર કેનાલમાં શુક્રવારે સવારે એક લાશ તરતી જોવા મળી હતી. જે લાશને પાલિકાના ફાયર વિભાગ દ્વારા બહાર કાઢતા માથે મુંડન કરેલા એક વૃદ્ધ જેણે ભગવા કલરની ધોતી પહેરી હતી અને તેમજ હાથ પગ બંને એક કાળા કલરની દોરીથી બાંધેલા હતા. ઉપરાંત મોબાઈલના ડેટા કેબલથી એકદમ ટાઈટ પગ બાંધી દેવાયા હતાં. પ્રથમ દ્રષ્ટિએ જ આ બનાવ હત્યાનો હોવાનું નજરે પડતા પોલીસે પંચનામું કરી મૃત્યુનું કારણ જાણવા લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલી હતી. સાધુ જેવા દેખાતા વૃદ્ધની લાશ મળતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા જેતપુર દોડી આવ્યા હતા.

તપાસના બાદ લાશની ઓળખ થઈ હતી અને લાશ બીલખાના ચોરવડી પાસે આવેલા ખાખરીયા હનુમાન મંદિરના મહંત સ્વામી રુદ્રાનંદજીની હોવાનું જાણવા મળ્યું હતું. રુદ્રાનંદજી આયુર્વેદની દવાઓ ઉપરાંત પ્લાસ્ટિકના દાણાઓનો પણ વ્યવસાય કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ તાજેતરમાં જ જેતપુરના નરસિંહજી મંદિરના મહંત આત્માનંદજી બ્રહ્મલીન થયા ત્યારે તેમની પાલખી યાત્રા તેમજ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતાં. સ્વામી રુદ્રાનંદજીની હત્યા કોણે કરી ?અને આ વિસ્તારમાં હત્યા કરવામાં આવી કે પછી ક્યાંય બીજે હત્યા નિપજાવી લાશ અહીં કેનાલમાં ફેંકી દેવામાં આવી? એ સહિતની બાબતે પોલીસે તપાસ વેગવાન કરી છે.

અન્ય સમાચારો પણ છે...