તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોલમાલની શંકા:જેતપુર નગરપાલિકાની ભરતી પરીક્ષામાં મોટાભાગના હંગામી કર્મચારીઓ જ પાસ!

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 જગ્યા માટે 30 ઉમેદવારે પરીક્ષા આપી! નાપાસ પરીક્ષાર્થીની હાઇકોર્ટમાં જવાની ચીમકી

જેતપુર નગરપાલિકામાં જુદી-જુદી શાખાઓની ખાલી પડેલી ૬ બેઠકની ભરતીમાં માની જ ન શકાય તેટલાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી અને તેમાં પણ મોટા ભાગે પાલીકાનાં હંગામી કર્મીઓ જ પાસ થતાં ભરતી પ્રક્રિયામાં ખુબ મોટી ગોલમાલ થઈ હોવાનાં આક્ષેપ સાથે જો ન્યાય નહીં મળે તો કોર્ટમાં જવાની પરીક્ષાર્થીઓએ ચીમકી આપવામાં આવી છે.

જેતપુર પાલિકા દ્વારા જુદીજુદી શાખાઓ વોટર વર્કસ સુપર વાઈઝર, વોટર વર્કસ સુપ્રિન્ટેન્ડન્ટ, ઈલેક્ટ્રિક ઈન્સ્પેક્ટર, ઓવરસીયર અને મીસ્ત્રીની બે ખાલી બેઠક એમ કુલ ૬ બેઠક માટેની પરીક્ષા યોજાતાં ભારે આશ્ચર્ય વચ્ચે માત્ર ૨૯-૩૦ ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી. આ ખાલી બેઠકો માટે વર્ષ ૨૦૧૯માં બે અખબારોમાં ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી.

અરજી કર્યા બે વર્ષ બાદ યોજાય અને તેમાંય પરીક્ષામાં માત્ર ૩૦ ઉમેદવારોએ અરજી કરી, અને જાહેરાતના બે વર્ષ બાદ આ ખાલી પડેલી બેઠકોની ભરતી માટેની પરીક્ષા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, અમદાવાદ નામની સંસ્થા દ્વારા સાત માર્ચ ૨૦૨૧નાં રોજ પરીક્ષા યોજાઇ હતી.

સામાન્ય રીતે ગમે તે પરીક્ષામાં પ્રશ્ર પેપરો સીલબંધ કવરમાં આવતાં હોય છે પરંતુ અહીં માત્ર ખાખી ટેપ મારેલા કવરમાં પેપરો આવતા પરીક્ષાર્થીઓએ વાંધો ઉઠાવ્યો અને હંગામો કરતાં પરીક્ષા લેનાર સંસ્થા દ્વારા સમગ્ર બનાવનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતુ અને ઉમેદવારોએ વાંધો લેતાં સંસ્થાનાં સંચાલકોએ જેતપુર નગરપાલિકાના અધિકારીઓને ફરિયાદ કરવાનું જણાવ્યું હતું.

પરીક્ષા સમયે પાલિકાના કોઈ અધિકારી હાજર ન હોય પરીક્ષાર્થીઓ ફરિયાદ કરી શકયા ન હતા. પરંતુ બે મહિના પૂર્વે પરીક્ષાનું પરિણામ આવતાં અડધા ઉપરાંત જગ્યા પર નગરપાલિકામાં હંગામી ધોરણે નોકરી કરતા કર્મચારીઓ અથવા તો નગરપાલિકાના કર્મચારીઓનાં સંબંધીઓ જ મેરીટ લિસ્ટમાં ટોપ પર આવ્યા. જેથી પરીક્ષાર્થીઓએ ગોલમાલની આશંકા સેવી હતી.

પરીક્ષાર્થીઓઅે થયેલી ગેરરીતિ સામે દોઢ મહિના પૂર્વે પાલિકાના ચીફ ઓફીસરને એક આવેદન પત્ર આપ્યું હતું. તેમ છતાં હજુ તેઓને કોઈ જવાબ ન મળતાં હવે પરીક્ષાર્થીઓએ ભરતીમાં થયેલી ગેરરીતિ સામે કોર્ટનો આશરો લેવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...