ખેડૂતોમાં ખુશાલી:જેતપુર યાર્ડમાં ઘઉંના વિક્રમી ભાવે મુહૂર્તના સોદા

જેતપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારી ક્વોલિટીના ઘઉંના ક્વિન્ટલના રૂ.811 ના ભાવ બોલાયા

જેતપુર માર્કેટ યાર્ડમાં ઘઉંના મુહૂર્તના સોદા ઘણા જ ઉંચા ભાવે થતાં ખેડૂતોમાં ખુશાલી વ્યાપી છે. યાર્ડમાં ક્વિન્ટલના 811 જેટલા ભાવ બોલાયા હતા.

જેતપુર માર્કેટીંગ યાર્ડ સૌરાષ્ટની મધ્યમાં આવેલું છે અને ખેડૂતો માટે પોતાની જણસના વેચાણ માટે સગવડરૂપ છે. જેતપુર વિસ્તારમાં તેમજ આજુબાજુના તાલુકાના વિસ્તારમાં ઘઉંનું વાવેતર ખુબ જ મોટા વિસ્તારમાં થયું છે. જેથી ખુબ સારી કવોલીટીના ઘઉં બજારમાં આવ્યા છે. જેતપુર તાલુકાના બજાર વિસ્તારના કમાન્ડ એરીયાના ઘઉંનું ઉત્પાદન દર વર્ષે ખુબ જ સારૂ રહે છે.

માર્કેટ યાર્ડ ખાતે નવા ઘઉંની આવકના શ્રીગણેશ થયા છે. આ તકે ચેરમેન જયંતીભાઇ હીરપરા, વા.ચેરમેન હરેશભાઇ ગઢીયા, પૂર્વ ચેરમેન દિનેશભાઇ ભુવા, ભરતભાઇ ગોંડલીયા, વેપારી એસોસીએશનના પ્રમુખ નલીનભાઇ ભુવા, ચંદુભાઇ પાઘડાળ તથા યાર્ડના ડિરેકટર તેમજ યાર્ડના અગ્રણી વેપારીઓ તથા તમામ ખેડૂતોએ હાજરી આપી નવા ઘઉંની હરાજી કરી હતી.

પહેલા જ દિવસે 105 ક્વિન્ટલની આવક
જેતપુર માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવકો શરૂ થતા પ્રથમ દિવસે ૧૦૫ ક્વિન્ટલ ઘઉંની આવક થતા તેની વધામણીમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા તથા માર્કેટ યાર્ડના ચેરમેન જયંતીભાઇ હીરપરા, વેપારી એસોસીએશને તથા દલાલ મંડળે ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી હતી અને વધુને વધુ ખેડૂતોને ઘઉં લઇને આવવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...