પોલીસ-બૂટલેગર વચ્ચેના ‘સમજૂતી કરાર’ !!:જેતપુરમાં અંધારામાં યોજાઇ 3 પોલીસની બૂટલેગર સાથે ગુપ્ત બેઠક; લેતીદેતીનો આગામી રણનીતિનો વીડિયો જાહેર થયો

જેતપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ અને બૂટલેગર સાથેની મિટિંગનો વીડિયો વાઈરલ થયો. - Divya Bhaskar
પોલીસ અને બૂટલેગર સાથેની મિટિંગનો વીડિયો વાઈરલ થયો.

પોલીસ અને બુટલેગર વચ્ચેની સાંઠગાંઠ હોવી એ કંઇ નવી બાબત નથી, પરંતુ જેતપુરમાં તેના પુરાવા સાંપડ્યા છે અને જેતપુર પોલીસના ત્રણ જવાનો અને બુટલેગર વચ્ચેની સમજુતિ કરારનો વીડિયો જાહેર થતાં આ મુદો ટોક અોફ ધ ટાઉન બન્યો છે.

જેતપુરની બારોબાર અંધારામાં એક બુટલેગર સાથે ત્રણ પોલીસ નિકુલસિંહ ઝાલા, નિલેશ મકવાણા અને પાર્થ પટેલની ગુપ્ત બેઠક મળી હતી અને તેમાં કેટલી લેતી દેતી કરવાની છે, આવનારા સમયમાં કેવી રીતે કામ કરવાનું છે એ સહિતની રણનીતિ ઘડવામાં આવી હતી અને બુટલેગરે આ આખી ઘટનાને મોબાઇલમાં કેદ કરી લીધી હતી જે જાહેર થતાં શહેરમાં પોલીસની ભૂમિકા વિશે અનેક તર્ક વિતર્ક અને શંકા વહેતા થયા છે.

પોલીસને મળવા આવેલા બુટલેગરે શર્ટના ઉપરના ખિસ્સામાં ફોન રાખતાં મીટિંગની ગુપ્તતા જાળવવા જે પ્રોટોકોલનું પાલન કરવાનું થતું હોય તે કરવા પોલીસ તાકીદ કરતાં પણ કેમેરામાં કેદ થઇ ગયા છે. બુટલેગર સાથે સાંઠગાંઠ રાખી તોડબાજી કરતા પોલીસના લીધે જ બુટલેગરોને છુટ્ટો દોર મળી જતો હોય છે અને બેફામ બનીને ધંધો કરતા હોય છે. વહેતા થયેલા વીડિયોમાં લેતીદેતીના નાણાંનો પણ ઉલ્લેખ સંભળાય છે ત્યારે આ કિસ્સાની તપાસ કોઇ નિષ્ઠાવાન પોલીસ અધિકારીને સોંપાય તો જ સાચું સત્ય બહાર આવશે અને કેટલાય તોડબાજોના તહેવાર બગડશે.

અન્ય સમાચારો પણ છે...