તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:જેતપુરમાં વરસાદી પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ

જેતપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ થંભી ગયાના 10 કલાક બાદ પણ અનેક વિસ્તારોના ઘર પાણી જેમના તેમ

જેતપુર શહેરમાં મુશળધાર વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયાના દસ કલાક બાદ પણ અમુક વિસ્તારોમાં હજુ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. જેમાં શહેરના સરધારપુરના દરવાજા પાસે ગોઠણડૂબ પાણી ભરાયા છે. આ અંગે સ્થાનિકોએ જણાવેલ કે, અહીં અમારે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી રાત્રીના તો અમારા ઘરમાં પાણી હતા જે પાણી જમીનમાં શોષાઈ જતા અત્યારે પણ ગોઠણડૂબ પાણી તો છે જ. અમો રાત્રીના મામલતદાર તેમજ ચીફ ઓફિસરને ફોન કરીને અમારા ઘરોમાં પાણી ઘુસી ગયાની ફરીયાદ કરીએ છીએ પરંતુ હજુ સુધી કોઈ ડોકાયા નથી. વરસાદ રહી ગયાના આટલા કલાકો પછી પણ કોઇ ફરક્યું નથી. આજ વિસ્તારમાં મહાદેવનું મંદિર પણ આવેલ હોય જેમાં શ્રાવણ માસ નિમીતે ભાવિકો શિવજીના દર્શન માટે આવતા હોય તે મંદિર પણ ચારેબાજુ પાણી ઘેરાઈ જતા ભાવિકો ગોઠણડૂબ પાણીમાંથી દર્શનાર્થે આવતા જોવા મળ્યા હતા

અન્ય સમાચારો પણ છે...