​​​​ વ્યાજખોરોનો​​​​​​​ આતંક:વીરપુરથી શખ્સનું કારમાં અપહરણ કરી ધોકા-પાઇપથી મૂઢમાર માર્યો

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઢી લાખ ચૂકવી​​​​​​​ ​​​​​​​દીધા છતાં શખ્સો 10 લાખની ઉઘરાણી કરતા હતા

જેતપુર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પાણીમાં બેસી ગઈ હોય તેમ જેતપુર તાલુકા ભાજપ પ્રમુખના ભત્રીજાને વ્યાજખોરોએ તેમના ઘરે વિરપુરથી કારમાં અપહરણ કરીને લઈ જઈ ધોકા અને પાઇપ વડે ઢોરમાર મારી લોહીલુહાણ કરી નાખી હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી. આથી વ્યાજખોરો સામે લગામ કસવા પોલીસ ફરિયાદ નોંધાતાં વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાના ભત્રીજા અનિલભાઈ આવિષ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ વીરપુર ગામે સ્કૂલ ચલાવે છે.

તેમણે એક વર્ષ પૂર્વે પપ્પુ ગોહેલ પાસેથી અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં તેઓએ અઢી લાખ તો ક્યારનાય ચૂકવી દીધાં પરંતુ વ્યાજખોર દસ લાખ રૂપિયા વ્યાજ આપવાનું બાકી છે તેવું કહી ઉઘરાણી કરતો હતો. તે દરમિયાન અનિલભાઈ તેમના ઘરે વીરપુર હતા ત્યારે પપ્પુ, સંજય અને બીજા બે ત્રણ અજાણ્યા શખ્સએ ઘરે આવી બહાર બોલાવી કારમાં અપહરણ કરી ગયા. અને તેઓને જેતપુરના દેરડી રોડ પર એક ફાર્મ હાઉસમાં લાવી વ્યાજના રૂપિયાની ઉઘરાણી માટે લોખંડ પાઇપ અને લાકડાના ધોકા વડે ઢોર માર મારી લોહીલુહાણ કરી નાખ્યાં હતા.

વ્યાજખોરો દારૂના નશામાં હોઇ અનિલે વ્યાજખોરોને વિનંતી કરી કે, વીરપુર મને લઈ જાવ ત્યાં મારા કાકા વેલજીભાઈ પાસેથી હું તમને પૈસા લઈ આપી દઉં. જેથી વ્યાજખોરો તેમને વીરપુર લાવતાં ત્યાં બધા સબંધીઓ પણ એકઠાં થઇ ગયા હતા અને છોડી દેવાનું કહેતા વ્યાજખોરો વિફર્યા હતા, જો કે લોકો એકઠાં થઇ જતાં વ્યાજખોરો ધમકી આપીને ચાલ્યા ગયા હતા.

બાદમાં અનિલભાઈને સારવાર માટે હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. હુમલો થયાની જાણ જેતપુર બાર એસોસિએશનને થતાં હોદ્દેદારો પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને વ્યાજખોરો સામે કડક હાથે કામ લેવાની માગણી કરી હતી. બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી આરંભવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...