જેતપુર શહેરની એક યુવતી અને તેણીની સગીર બેનને સવા મહિના પૂર્વે સીટી પોલીસે વાહન ચોરીના ખોટા ગુનામાં ફિટ કરી દઈ બેરહમીથી ઢોર માર મારવાના બનાવ હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે પોલીસ કર્મીઓને હાઇકોર્ટમાં હાજર રહેવા નોટીસ કરી હતી.
સામાંકાંઠા વિસ્તારમાં રહેતી રેખાબેન લલિતભાઈ વેગડા નામની યુવતી તેણીની સગીર બેન અને બે યુવક સાથે પોલીસે ડિટેઇન કરેલું બાઇક લેવા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગઈ હતી. પરંતુ પોલીસે તેણી તેમજ અન્યો સામે પોલીસ લાઈનમાં વાહન ચોરવા આવ્યા હોવાનો ગુનો દાખલ કરી બંનેને ઢોર મારમારી રાત્રીના સમયે જ છોડી દીધી હતી. બંનેને શારીરિક ઇજાઓ પહોંચી હોવાથી તેણી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ હતી.
જેમાં ફરિયાદી રેખાના વકીલે ભોગ બનનારને પાંચ લાખ રૂપિયાનું વળતર, તેમજ પોલીસથી જીવને જોખમ હોવાથી પોલીસ બંદોબસ્ત આપવો અને પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ કરતા હાઇકોર્ટના જજ વિપુલ પંચોલીએ એસપી, એએસપી. સીટી પીઆઈ કરમુર, પીએસઆઇ ખરાડી તેમજ કોન્સ્ટેબલ રાજુ ચાવડાને નોટીસ બજાવી તમામને કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.