જેતપુર અને આસપાસના શહેરોના યુવા ખેલાડીઓને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત મેચમાં રમવાની તક મળશે તેવી ખેલાડીઓ માટે આનંદદાયક જાહેરાત ખોડલધામ પાસે ક્રિકેટના મેદાનના ઉદઘાટન અર્થે આવેલા એસો.પ્રમુખ જયદેવ શાહે કરી હતી. અને સાથોસાથ ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા જેતપુરના ક્રિકેટરોને સર્વપ્રથમ જુનિયર લેવલથી શરૂઆત કરાશે. ખોડલધામ પાસે ગ્લોબલ ઈન્ડિયા દર્શન ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્દઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું.
કે જેતપુરના ક્રિકેટરો ઉચ્ચ લેવલ સુધી પહોંચે તેવું આગામી સિઝનમા પ્લેટફોર્મ પુરું પડાશે.અત્યાર સુધી જેતપુરના ખેલાડીઓને સિલેક્શન માટે રાજકોટ રૂરલ ગોંડલ જ હતું પરંતુ હાલ જેતપુરમા વધતા જતા ક્રિકેટના ક્રેઝ, આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ, ઈન્ફ્રાસ્ટ્રકચર ને લીધે ઘણા બધા સારા ક્રિકેટરો સૌરાષ્ટ્ર તેમજ ભારતીય ટીમને મળી શકે તેમ છે.
જેથી જેતપુર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોના યુવા ખેલાડીઓને વધુ ને વધુ તક મળે તે હેતુથી આગામી ક્રિકેટ સિઝનથી જેતપુર ને સર્વપ્રથમ જુનિયર લેવલની મેચોથી શરૂઆત કરાશે. આ તકે પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ઘડુક, રણજી ટ્રોફીના પ્લેયર ઓફ ધ સિરીઝ અર્પિત વસાવડા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના જોઈન્ટ સેક્રેટરી કરણ શાહ, ભુપતભાઈ તલાટીયા, પાર્થ કોટેચા, બીપીન પુજારા, ફિરોજ બાંભણિયા રાજુભાઈ હિરપરા, દિનેશ ભુવા, ઉમેશ પાદરીયા સહિતનાઓએ હાજરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.