આદેશ:જેતપુર અદાલતે લલિત વસોયા સહિત 29ના જામીન મંજૂર કર્યા

જેતપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાટીદાર આંદોલન વખતે મારામારીનો કેસ આગળ ચાલ્યો

પાટીદાર અનામત આંદોલન સમયે જેતપુરના સરદાર ચોક ખાતે પાસ અને એલપીએસના સભ્યો વચ્ચે થયેલી મારામારીના બનાવમાં લલિત વસોયા સહિતના ૨૯ આરોપીનું સમન્સ નીકળતા કોર્ટે તમામને જામીન પર છોડ્યા હતા.પાટીદાર અનામત આંદોલનના મધ્યાહ્નના સમયે પાસ કન્વીનર હાર્દિક પટેલ તાલુકાના દેવકી ગાલોર ગામે ભોજલરામબાપાના દર્શને જવાનો હોય ત્યારે હાર્દિકનો કાફલો નીકળતા લેઉઆ પટેલ સમાજ (એલપીએસ)ના સભ્યો સાથે માથાકૂટ સર્જાઇ હતી. જેમાં પોલીસે બંને સંગઠનો લલિત વસોયા, દિલીપ સાંબવા, બ્રિજેશ પટેલ, હેમાંગ પટેલ સહિતના ૩૨ શખ્સો સામે ઘાતક હથિયારો ધારણ કરી ભયનો માહોલ સર્જવાનો અને જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો હતો.

કોર્ટે તમામ સામે સમન્સ કાઢતા આજે લલિત વસોયા, દિલીપ સાંબવા સહિતના ૨૪ આરોપી હાજર રહેતા કોર્ટે તમામના જુના જમીન રદ કરી પ્રત્યેકને વીસ હજારના જામીન તેમજ દસ દસ હજાર રૂપિયા સિક્યોરિટીરૂપે કોર્ટમાં જમા કરાવવાનો આદેશ કરાયો હતો. કોર્ટે કેસ ચલાવવા માટે આરોપીઓને બીજા જ દિવસ એટલે કે શુકવારની મુદ્દત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...