તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:જેતપુરની સિવિલ હોસ્પિટલની લિફ્ટ અને બહાર જવાનો દરવાજો જ બંધ, સબ સલામતની આલબેલ પોકારતા તંત્રને મોકડ્રિલ વખતે મળી લપડાક

જેતપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ, ફાયર સમયસર પહોંચ્યા તો દરવાજો જ લોક નીકળ્યો!

રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં આગ લાગવાની ઘટના બાદ ગામેગામની હોસ્પિટલ અને દવાખાનાઓમાં મોકડ્રીલ યોજી સંબંધિત તંત્રની સતર્કતા ચકાસવામાં આવી રહી છે. જેતપુર શહેરની એ ગ્રેડની સરકારી હોસ્પિટલમાં આગ લાગવાની મોકડ્રિલ યોજવામાં આવી હતી ત્યારે ફાયર ફાઇટર તેમજ પોલીસ બંને સમયસર પહોંચી ગયા પરંતુ હોસ્પિટલની લિફ્ટ તેમજ બહાર જવાનો રસ્તો, બંને બંધ હોવાની ગંભીર બેદરકારી સામે આવી હતી. આથી સંબંધિત વિભાગોને કડક સુચના આપી તેની અમલવારી કરવા આદેશ કરવામાં આવ્યા હતા.

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનામાં એક સાથે પાંચ લોકોના મોત થતા સરકાર દ્વારા જિલ્લાઓની બીજી હોસ્પીટલની ફાયરની પરિસ્થિતિ શું છે તે જાણવા માટે જે તે હોસ્પિટલમાં મોકડ્રિલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેને પગલે આજે એ ગ્રેડની જેતપુરની સરકારી હોસ્પિટલમાં ત્રીજા માળે ફોગ મશીનથી ધુમાડો કરી આગ લાગવાનો ડ્રામા કરવામાં આવ્યો હતો. જેથી હોસ્પિટલ દ્વારા નગરપાલીકાના ફાયર વિભાગને તેમજ પોલીસને ફોન કરવામાં આવ્યો અને તેઓ તાત્કાલિક હોસ્પીટલ પહોંચીને આગ ઓલવવાની કામગીરી આરંભી દેતા આ બંને વિભાગ તેમની કામગીરીમાં પાસ થઈ ગયા.

પરંતુ હોસ્પીટલના ત્રીજા મજલેથી દર્દીઓને નીચે લિફ્ટ દ્વારા લઈ જવાના રિહર્સલમાં લિફ્ટ ચાલુ જ ન થઈ અને લિફ્ટ જ્યાં નીચે પહોંચે છે તે બહાર જવાનો દરવાજો કાયમી બંધ રહે છે તે બંધ જ હતો. જે હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી હતી. આ તો મોકડ્રીલ હતી, આથી પરિસ્થિતિ સુધરી જાય તેવા સંજોગો હતા જ પરંતુ જો સાચે જ આગ લાગે અને ત્યારે દરવાજા કે લીફ્ટ ન ખુલે તો?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો