તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જેતપુર શહેરમાં જુગારધામ પર દરોડો, 16ની ધરપકડ, સુમરા ડેલા વિસ્તારમાં ઘરમાં જ ચાલતુ હતુ જુગારધામ, જુુગાર રમવામાં 6 પુરુષ અને 10 મહિલા હતા

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જેતપુર શહેરમાં એક શખ્સે કમાણી કરવા માટે પોતાના ઘરે જ જુગારધામ ખોલી નાખ્યું હતું અને ઘણા સમયથી જુગારનો અડ્ડો ચલાવતો હોવાની બાતમીને આધારે સિટી પોલીસે મોડી રાત્રે છાપો મારતા તે સંચાલક તેમજ તેની પત્ની સહિત છ પુરુષ દસ મહિલા શકુની સહિત કુલ 16 શખ્સને રૂ.1,65,350ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

સુમરાના ડેલામાં રહેતો હરેશ રવજી ભાલીયા તેમજ તેનો ભાઈ સુનિલ પોતાના ઘરે બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે નાયબ પોલીસ અધિક્ષક પાસેથી જુગારધારા કલમ ૬ મુજબ વોરંટ મેળવી છાપો મારતા જુગારીઓનો મેળો જામ્યો હોય તેમ બે કુંડાળા રચી જુગાર ચાલતો હતો.

પોલીસે તમામ જુગારીઓને જે અવસ્થામાં બેઠા હોય તેમ જણાવી દરેકને નામ, ઠામ પૂછતા હરેશ રવજી ભાલીયા, સુનીલ બટુકભાઈ મકવાણા, કેતન ધીરુભાઈ ડાભી, ફિરોઝ રહીમભાઇ ભટ્ટી, રવિ ચંદુભાઈ ડાભી, સમીર ગુલાબભાઈ ખોખર, દિપાલિબેન ચંદ્રકાન્ત પંડ્યા, નિમુબેન હરેશભાઇ ભાલીયા, કૈલાશબેન ચંદુભાઈ રાઠોડ, ભાવનાબેન માધાભાઈ રાઠોડ, લીલાબેન મંગળુભાઈ ધાંધલ, અંકિતાબેન આનંદભાઈ સાતા, પ્રવિણાબેન જયેશભાઇ દોશી, શારદાબેન ચંદુભાઈ મકવાણા, નયનાબેન હરીસિંગ ગુરખા અને જયલક્ષ્મીબેન ચંદ્રકાન્ત પંડ્યાને 9 મોબાઈલ કિંમત રૂપિયા 33500 અને રોકડ 133500 સાથે કુલ 165350ના મુદ્દામાલ સાથે છ પુરુષ જુગરીઓની ધરપકડ કરી હતી જ્યારે મહિલાઓને નોટીસ આપી હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું.

ગોમટામાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા
ગોંડલના ગોમટા ગામે હનુમાન મંદિર પાસે જાહેરમા જુગાર રમતા ગૌતમ વિજયભાઇ વ્યાસ, સંજય કાન્જીભાઇ મુળીયા, વિમલ વજુભાઇ ચાવડીયા, ટીમણ ડાયાભાઇ ચાવડીયા તેમજ પીન્ટુ જેન્તીભાઇ ધોળકીયાને ઝડપી લઈ કુલ રૂ.૧૧,૨૦૦ના મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.

જૂના પીપળિયા ગામે જુગારધામ પર પોલીસ ત્રાટકી
આટકોટના જૂના પીપળીયા ગામે જુગાર રમતા 7 પતા પ્રેમી મનસુખ સોલંકી, વિજય ભાઈ ગિડા, જેન્તી વાસાણી, અંકિત રાઠોડ, રાહુલ ઉર્ફે મુનોભાઈ ગિડા, અશોક ભાઈ જેબલિયા, હરસુખ સોલંકી સહિતના ને 10,720ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બળધોઈ મોટાદડવાના રસ્તે જુગાર રમતા મગન મકવાણા, હરેશ મકવાણા, સાગર ધરજીયા, સગરામ જાદવ, જયુભા વાળા અને હિંમત જાદવને 14280ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...