તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાલુ વર્ષે અતિવૃષ્ટિને પગલે મોટા ભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેડૂતો શિયાળું પાક પર ખૂબ મોટી આશા રાખી રહ્યા છે. તેમાં આજે સૌરાષ્ટ્રની સૌથી મોટી ૧૯૫ કિમીના સિંચાઈનો સ્ત્રોત ધરાવતી ભાદર કેનાલમાં શિયાળું પાકના પિયત માટે આજથી પાણી છોડાયું હતું. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં જરૂરીયાત કરતા ઘણો વધુ વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોનો મોટા ભાગનો પાક ધોવાઇ ગયો અથવા તો બગડી ગયો.
ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો શિયાળુ પાક પર આશા રાખીને બેઠા છે. જેમાં રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર ત્રણ જિલ્લાઓના ૪૨ ગામોની ૨૬૮૦૦ હેકટર ખેતીની જમીનને ૧૯૫ કિમીમાં ફેલાયેલી કેનાલ દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડતી ભાદર ડેમની ભાદર કેનાલમાંથી આજે પાણી છોડવામાં આવ્યું હતું. ડેમના ઈજનેર જોશીએ જણાવેલ કે, ખેડૂતોને ખેડૂતોને શિયાળું પાક માટે છ પાણ આપવામાં આવશે. અને ડેમમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાથી જરૂર પડશે તો ઉનાળુ પાક માટે પણ કેનાલ છોડવામાં આવશે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.