આક્ષેપ:જેતપુરની સિવિલ હોસ્પિટલમાં અમુક દવા બહારથી લખી દેવાતી હોવાનો આક્ષેપ

જેતપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિક્ષક વહાલા દવલાની નીતિ રાખતા હોવાનો સ્ટાફ નર્સનો બળાપો

જેતપુર શહેરની એ ગ્રેડની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને દવા બહારથી લખી દેવામાં આવતી હોવાની તેમજ અધિક્ષક સ્ટાફમાં પણ વ્હાલા દવલાની નીતિ રાખતા હોવાનો સ્ટાફ નર્સે આક્ષેપ કર્યો હતો. ઔદ્યોગિક શહેર જેતપુરમાં એ ગ્રેડની ટ્રોમા સેન્ટર ધરાવતી સરકારી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં શહેર તેમજ તાલુકાની દોઢ લાખની વસ્તી તેમજ ત્રીસથી ચાલીસ હજાર પરપ્રાંતીય કારીગરો નાની મોટી બીમારીના સારવાર કરાવવા માટે આવતા હોય છે. પરંતુ દર્દીઓ હોસ્પિટલે સારવાર કરાવવા માટે આવે ત્યારે તેમને ડોક્ટર કોઈ પણ જાતની તપાસ કર્યા વગર જે બીમારીની દવાનો જથ્થો હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવા છતાં તે બીમારીની અન્ય કંપનીની દવા બહારથી લખી આપતા હોવાનો દર્દીઓએ આક્ષેપ કર્યો હતો.

આ અંગે સામાજીક કાર્યકર ચમનભાઈ વાઘેલાએ આરોગ્ય મંત્રીને પત્ર લખીને હોસ્પિટલના અંધેર વહીવટ અંગે ફરિયાદ કરીને હોસ્પિટલમાં ચાલતી લોલમલોલ સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી. જ્યારે હોસ્પિટલના સ્ટાફ નર્સ દેવિકાબેન હૂંબલે હોસ્પિટલના અધિક્ષક નિકિતાબેન પડિયા સામે સ્ટાફ સાથે વ્હાલા દવલાની નીતિ રાખતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

સ્ટોક ન હોય તો બીજી દવા લખાવી જોઇએ
એવું બન્યું હોય કે દર્દી દવા બારીએ ગયો હોય ત્યારે ત્યાં તેને દવા નથી તેમ ફાર્મસીસ્ટે કહ્યું હોય તો તે દર્દીએ ડોક્ટર પાસે જઈને બીજી દવા કે જે હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય તે લખાવી લેવી જોઈએ, એ વાત નક્કી છે કે અહીં હોસ્પિટલમાં એક પણ દવા બહારની લખી દેવામાં આવતી નથી. જ્યારે સ્ટાફ નર્સ દ્વારા વ્હાલાની નીતિના આક્ષેપની વાત છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે સ્ટાફ નર્સની ડયુટી તેમના વડા મેટ્રન હોય તે વહેંચણી કરતા હોય છે. મારામાં તે કામગીરી ન આવે. > નિકીતાબેન પડિયા, હોસ્પિટલ અધિક્ષક

અન્ય સમાચારો પણ છે...