માંગણી:જેતપુરમાં શ્રાવણ માસ દરમિયાન કતલખાના બંધ રખાવવા રજૂઆત

જેતપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામ જન્મોત્સવ સમિતિનું એએસપી, મામલતદાર, ચીફ ઓફિસરને આવેદન

જેતપુરમાં રામ જન્મોત્સવ સમિતિ દ્વારા એએસપી, મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસને આવેદન આપી શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવા માંગ કરી હતી. રામ જન્મોત્સવ સમિતીએ આવેદનપત્ર આપી માંગ કરી હતી કે શ્રાવણ માસ શરૂ થયો છે અને વિવિધ તહેવારો પણ આવે છે. એટલે આખા મહિનો હિંદુઓ મંદિરે જતા આવતા હોય છે, જેમાં જેતપુર શહેરમાં તો મોટા ભાગના મુખ્ય મંદિરે જવાના રસ્તા પર જ કતલખાના આવેલા છે અને ચંદ્રમોલેશ્વર મંદિર પાસે આવેલા વોકળામાં જ પશુઓના અવશેષો નાખ્યા છે જેથી મંદિરે દર્શને જતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાતી હોય કતલખાનાઓ બંધ રખાવવાની માંગ કરી હતી.

ગેરકાયદેસર કતલખાનાઓ અંગે રામ જન્મોત્સવ સમિતિ દ્વારા પાલિકાને આવેદનપત્ર આપી કતલખાનાઓ બંધ કરવાની માંગ કરી હતી જે અનુસંધાને નગરપાલીકા દ્વારા શહેરમાં સર્વે કરી ૪૧ જેટલા ગેરકાયદે ચાલતા કતલખાનાઓ શોધી તેના સંચાલકોની નામ જોગ યાદી તૈયાર કરી હતી. પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જેતપુરની પાલિકા છેલ્લા બે વર્ષથી કોઈ કામગીરી ન કરી જનરલ બોર્ડમાં જુદાજુદા ઠરાવો જ કર્યા રાખે છે.

તાજેતરમાં મળેલા બોર્ડમાં સામાન્ય સભાએ ગેરકાયદેસર કતલખાનાઓ પર પગલાં ભરવાની સંપૂર્ણ સત્તા ચીફઓફિસરને સુપરત કરતો ઠરાવ કરી પોતાના હાથ ખંખેરી નાખ્યાં હતાં. જેથી પાલિકાના આ રિપોર્ટ અનુવયે શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ સામે પગલાં ભરવાની પણ મહંત કનૈયાનંદ, હિતેશ રાઠોડ, વિમલ રામાણી, પવન ઓઝા વિશાલ પટેલ અને સંજયરાજ બારોટે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...