પરિવારમાં શોક:દારૂના નશામાં યુવક થાંભલે ચડી ગયો, પટકાતાં સારવારમાં મોત

જેતપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જેતપુર નજીકના મંડલીકપુરમાં બનેલી ઘટના

જેતપુરના મંડલિકપુરમાં અચરજ પમાડે તેવી ઘટના બની હતી અને નશાની હાલતમાં એક યુવક થાંભલા પર ચડી ગયો હતો અને બાદમાં બેલેન્સ ન રહેતાં નીચે પટકાયો હતો અને સારવારમાં ખસેડાયો હતો, તેમજ વધુ સારવારની જરૂર જણાતાં રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જેતપુરના મંડલીકપુરમાં રહેતા દિનેશભાઈ જીકાભાઈ ડંડોલીયા (ઉ.45) ગઈ તા.7/05/2022 ના રોજ ઘરે હતા, અને અચાનક જ દારૂનો નશો મગજ પર સવાર થતાં ઘરમાંથી બહાર આવી નજીક આવેલા થાંભલા પર ચડી ગયો હતો. જયાંથી પટકાતાં ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેમને પ્રથમ જુનાગઢ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડાયો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

વધુમાં મૃતકના નાનાભાઈએ જણાવ્યું હતું કે દિનેશભાઈ ત્રણ ભાઈઓમાં મોટા હતા અને મજૂરી કામ કરતા હતા તેમજ અપરિણીત હતા. તથા દિનેશભાઈ દારૂ પીવાની ટેવ ધરાવતા હતા. ગઈ તા.7ના અમે પરિવાર સાથે સુરત પ્રસંગમાં ગયા હતા. ત્યારે ઘરે એકલા રહેલા દિનેશભાઈ દારૂના નશામાં થાંભલા ઉપર ચડી ગયા હતા અને ત્યાંથી પટકાતા બનાવ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...