જેતપુરમાં કોરોનાની રસી આપવા માટેના વેક્સિનેશન સેન્ટરની સંખ્યા બેથી વધારીને પાંચ કરવા માટેની માગણી સામાજિક કાર્યકરે કરી છે અને આગેવાને મામલતદાર સહિતોને આવેદન આપી રજૂઅાત કરી છે.કાર્યકર અનિકેત બાવીસાએ આવેદનમાં જણાવ્યું છે કે જેતપુર શહેરમાં હાલ કોવિડ-૧૯ ની ખુબ જ મહામારી ચાલુ હોય તેમજ જેતપુર શહેર એક ઔદ્યોગિક યુનીટ હોય જેથી આ શહેરમાં રાજ્યના તથા બહારના રાજ્યના વ્યક્તિઓ ખુબ જ મોટા પ્રમાણમાં વસવાટ કરતા હોય અને હાલ કોવિડ-૧૯ ની વેકસીન આપવાની કાર્યવાહી ચાલુ છે
પરંતુ જેતપુર શહેરની વસ્તી મુજબ વેક્સિન સેન્ટરની જરૂરીયાત હોય હાલ જેતપુર શહેરમાં ૨ જ વેકસીન સેન્ટર આવેલા છે. પરંતુ જો આ મહામારીની રોકવી હોય તો હજુ વધુ ૩ વેક્સિન સેન્ટર ફાળવવા જરૂરી હોય તેમજ વેક્સિનના ડોઝ પણ પુરતા પ્રમાણમાં ફાળવવા ખુબ જ જરૂરી છે. જેતપુર શહેરમાં ૨-યુનીટની જગ્યાએ હજુ ૩-યુનીટનો વધારો કરી કુલ ૫ (પાંચ) સેન્ટર કરી આપવા તેમજ વેક્સિનનો પુરતો જથ્થો ઉપલંબ્ધ કરાવવા અરજ છે. જો અમારી માંગણી મુજબ વહેલી તકે યુનીટ ફાળવવામાં આવે અને વેક્સિનનો જથ્થો પુરો કરી દરરોજ હજાર માસણને વેક્સિનેશન કરવામાં આવે તો જેતપુર શહેરમાં વહેલી તકે કોવિડ-૧૯ ની વેક્સિનની કાર્યપદ્ધતી પૂર્ણ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.