વિતેલા વર્ષમાં કેટલા અને કેવા પ્રકારના ગુના જેતપુર ડિવિઝનમાં નોંધાયા તેનું સરવૈયું કાઢવામાં આવે તો ચોંકાવનારું પરિણામ જોવા મળ્યું છે. નોંધાયેલા ગુનાઓની તવારીખ મુજબ જોઇએ તો જેતપુર પંથકમાં થયેલા માર્ગ અકસ્માતમાં જ એક વર્ષમાં 60 લોકોને જીવ ગૂમાવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ હત્યાના કુલ 17 ગુના નોંધાયા જેમાં 7 ગુના માત્ર જેતપુર શહેરના છે. જેના પરથી ક્રાઇમ રેટ કેટલો વધી ગયો છે તે બાબત ઉજાગર થઇ રહી છે. જેના નિયંત્રણ અને કડક નિયમ પાલન માટે પોલીસે કામગીરી કડક બનાવવી પડશે તેવું ફલિત થઇ રહ્યું છે.
જેતપુર જેતપુર ડિવિઝન હેઠળ આવતા જેતપુર સીટી, જેતપુર તાલુકા, વીરપુર, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી, ભાયાવાદર અને પાટણવાવ એમ મળીને કુલ 8 પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ગંભીર પ્રકારના કુલ 960 ગુના નોંધાયા હતા, જેમાં હત્યાના -14, ખૂનની કોશિષના -8, પોકસો - 14, નાર્કોટિક્સ - 3, મારામારીના - 53, મહિલા અત્યાચારના - 20, ઘરફોડ ચોરી - 17, વાહન ચોરી - 34, લૂંટ - 5, જુગાર- 516, ટ્રાફિક નિયમન ભંગ - 760, ઓવરસ્પીડ - 139, અને અકસ્માતમાં મોત થઈ કુલ 960 જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાયા હતાં. તેમજ પ્રોહીબિશનમાં નશો કરી વાહન ચલાવવાના -133 અને દેશી-વિદેશી દારૂ વેચવા અને પીવાના અધધધ....3674 કેસ નોંધાયા હતાં.
વર્ષ ૨૦૨૨માં સમગ્ર જેતપુર ડિવિઝનમાં હત્યાના ૧૪ ગુનામાંથી જેતપુરમાં ૭ ગુના નોંધાતા જેતપુર ક્રાઈમ નગરી તરફ પ્રયાણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને સૌથી ગંભીર બાબત કહી શકાય તે રોડ અકસ્માતમાં મોતનું કેમ કે,વર્ષ દરમિયાન ૬૦ જેટલા મોત વાહન અકસ્માતને કારણે નોંધાતા વાહન ચલાવવામાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવાની ખાસ જરૂર છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.