અભિનંદન:‘જેતપુર કોરોના વોરિયર્સ’ ચિત્ર સ્પર્ધામાં જેતપુરની અવધ વિદ્યાલયની વિદ્યાર્થિની જિલ્લામાં પ્રથમ આવી

જેતપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૌરવ દિન અન્વયે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા “કોરોના વોરિયર્સ” ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, પ્રાથમિક વિભાગમાં જેતપુરની અવધ વિદ્યાલયની વિદ્યાર્થિની કુમારી પૂજા રામચંદ્ર પંડાએ જિલ્લામાં પ્રથમ નંબર મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના નિશાતબેન બાબી અને સોનલબેન ચૌહાણ દ્વારા કુમારી પૂજાનું રૂપિયા 15,000/- ના પુરસ્કાર ચેક સાથે સન્માન કરાયું હતું. અવધ વિદ્યાલયના સંચાલક હિતેષભાઈ રાવલ દ્વારા પૂજા પંડાને શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...