તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:જેતપુરમાં બાઇક ધીમું ચલાવવાનું કહેતાં બે શખ્સનો ઘરમાં ઘૂસી હુમલો

જેતપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મહિલાની બાજુમાંથી બાઇક સ્પીડમાં ચલાવતાં ઠપકો આપ્યો’તો
  • આરોપીએ મહિલાના પતિને ધોકા વડે મૂઢમાર માર્યો

જેતપુરનાં શિવકૃપાનગરમાં બે મહિલાઓ સાંજનાં સુમારે વોકિંગમાં નીકળી હતી. ત્યારે તેની બાજુમાંથી સ્પિડમાં બાઈક ચલાવનાર શખ્સને ઠપકો આપતાં આ શખ્સે અન્યે એક સાથે મળી આ મહિલાનાં ઘરે પહોંચી તેના પતિ સહિત બે પર ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ જેતપુરનાં જૂનાગઢ રોડ પર શિવકૃપાનગર-૧માં રહેતાં ગૌતમ ભાનુભાઈ ગોહેલે જેતપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શિવકૃપાનગરમાં રહેતાં યુવરાજ હરેશભાઈ બસીયા, અજીત કાઠીનાં નામ આપ્યાં છે અને જણાવ્યાં મુજબ સાંજનાં ફરીયાદી ગૌતમભાઈની પત્ની અને તેની બહેન વોકિંગમાં નીકળ્યાં હતા, દરમ્યાન યુવરાજ તેમની પાસેથી સ્પીડમાં બાઈક લઈને નીકળતાં તેને બાઈક ધીમું ચલાવવા માટે કહ્યું હતું જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો.

બાદમાં તે અજીત કાઠી સાથે મળી કાર નં.જી.જે.૩ બી.એ.૪૦૮૧માં ફરિયાદીનાં ઘર પાસે આવી અજીત કાઠીએ ધોકા વડે ફરિયાદીને માર માર્યો હતો તેમજ યુવરાજે ફરિયાદીનાં પરિચિત પ્રફુલભાઈને પેટમાં પાટુ માયુ હતું તથા બંન્ને ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...