તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:જેતપુરમાં ઘરધણી પાડોશમાં બેસવા ગયા અને તસ્કરોનો ઘરમા હાથ ફેરો

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રા.શાળાના શિક્ષકના ઘરમાંથી રોકડા 93,000ની તસ્કરી

જેતપુરમાં રહેતા અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાન પાડોશમાં બેસવા માટે ગયા હતા ત્યારે પાછળથી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી રોકડ, કપડા અને દાગીના મળીને 93,000નો હાથફેરો કરી નાખ્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જેતપુરના નકલંગ આશ્રમ રોડ સ્પેસ સ્કુલથી આગળ, ભવાની ફેલ્ટ સામે રહેતા અને હનુમાન ખીજડીયા ગામે સરકારી પ્રાથમીક શાળામાં મારી ફરજ બજાવતા મીતેશભાઈ છગનભાઈ હીરપરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે રાત્રી ભોજન કરી હું મારા પરિવાર સાથે પાડોશી દામોદરભાઈ સોજીત્રાના પરીવાર સાથે બહાર બેઠા હતા.

દરમ્યાન અમારા ઘરના સીડી રૂમનો દરવાજો જોરજોરથી ભટકાતો હોય જેથી મારા પત્ની ત્રીજા માળે દરવાજો બંધ કરવા જતા સીડી રૂમમાં હવા ઉજાસ માટે રાખેલ બારી તૂટેલી દેખાઇ હતી અને કાથાની દોરી ટીંગાતી હોય જેથી મારી પત્નીએ બુમ પાડી મને બોલાવ્યો હતો. મેં તપાસ કરતા બીજા માળનાં બન્ને રૂમ તથા નીચેના માળે રૂમમાં જોતા ઘરનો સામાન વેર વીખેર દેખાયો હતો. તપાસ કરતા મારા કબાટમાં રહેલા રોકડા રૂ.૯૦,૦૦૦ અને મારી પત્નીને ઘરખર્ચીના આપેલા 3,000 મળીને તસ્કરો 93,000 રોકડાની ચોરી કરી જતાં આ અંગે સિટી પોલીસમાં ફરિયાદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...