અકસ્માત:જેતપુરમાં ચાલકે રોંગસાઇડમાં ટ્રક વાળી બાઇકચાલકને કચડી માર્યો

જેતપુર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતપુરનો ધારેશ્વર રોડ ફરીવાર બન્યો લોહિયાળ

જેતપુર શહેરનો ધારેશ્વર રોડ અકસ્માત માટે કુખ્યાત બની ગયો છે. અહીં પંદર દિવસમાં એકાદ અકસ્માત તો સર્જાયો જ હોય. જેમાં આજે સાંજે તો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. શહેરથી રાજકોટ બાજુ જઇ રહેલા ટ્રક નંબર જેજી - ૧૬ એક્સ ૯૨૧૨ ધારેશ્વર પાસે પહોંચતા આગળ જઇ રહેલા એક ટેન્કર નંબર જીજે ૧૨ એક્સ ૩૫૯૬ વાળાએ અચાનક વળાંક વાળવા જતા પાછળ પુરપાટ ઝડપે આવતા ટ્રકે અકસ્માતથી બચવા તેણે રોંગ સાઈડ એટલે કે સામેની બાજુ ટ્રક વાળી લીધો.

તેમ છતાં ટ્રકના આગળના ભાગે ટેન્કરના આગળના ભાગને હડફેટે લઈને સામેની બાજુ ચાલ્યો ગયો. જ્યાં સામેની સાઈડમાં ધારેશ્વરથી જ કડીયા કામ કરીને પોતાના ઘરે મોટર સાયકલ પર પરત ફરી રહેલા દેવશીભાઈ હાજાભાઈ બાટા ( ઉવ. ૬૫) રહે, કડીયા પ્લોટ નવાગઢવાળાને હડફેટે લઈ ટ્રક રોડની નીચે ઉતરી ગયો હતો. જેમાં દેવશીભાઈ મોટર સાયકલ સહિત ટ્રક હેઠળ પાછલા જોટા ટાયર હેઠળ ચગદાઈ ગયા હતાં. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિકજામ સર્જાઇ ગયો હતો. ટ્રક હેઠળ ફસાય ગયેલા દેવશીભાઈને માંડ બહાર કાઢી લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડયા હતા.

અન્ય સમાચારો પણ છે...