વીડિયો વાઈરલ:જેતપુરમાં શ્વાનને બેરહેમીથી ફટકારી પતાવી દીધું, ફૂટેજ પરથી તપાસ શરૂ

જેતપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદીના પૂલ પાસે બનેલી ઘટનામાં CCTVનો વીડિયો વહેતો થતા પોલીસ સાબદી

જેતપુર શહેરના સારણ નદીના પુલ પાસે કોઈ અજાણ્યા શખ્સો એક શ્વાનને લોખંડના પાઇપ વડે બેરહમીથી માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજનો વીડિયો જાહેર થતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.

શહેરના સારણ નદીના પુલ પાસે દેરડી રોડ બાજુ નાયરા પેટ્રોલ પંપની આગળ કોઈ અજાણ્યા શખ્સોએ એક શ્વાનને લોખંડના પાઇપ વડે બેરહમીથી એટલી હદે માર માર્યો કે શ્વાનનું ત્યાં જ મોત થયું હોવાના ફૂટેજ દર્શાવતો વીડિયો સોશ્યલ મીડિયામાં જાહેર થયો હતો.

આ અંગે તપાસ કરનાર એએસઆઈ મજનુભાઈ મેનાતે જણાવ્યું હતું કે, અમો શ્વાનને માર મારતા દેખાતા વીડિયો તેમજ પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ અને બનાવ સ્થળની આજુબાજુના વેપારીઓના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે. અને શ્વાનની હત્યા કરનાર કોઈ બાવ નામનો શખ્સ તેમજ તેની સાથે અન્ય શખ્સ હોવાની પ્રાથમિક વિગત મળી છે.

આ અંગે જો કોઈ ફરીયાદી નહિ બને તો પોલીસ ખુદ ફરિયાદી બનીને હત્યારાઓ સામે શ્વાનની હત્યાનો ગુનો નોંધશે તેમ જણાવ્યું હતું. શ્વાનને આ રીતે બેરહેમીથી માર માર્યો હોવાના કારણમાં એવું સામે આવ્યું હતું કે આ શ્વાને ગતરોજ ત્રણથી ચાર લોકોને કરડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...