તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:જેતપુરમાં ભૂગર્ભના ટેક્સ વધારા સામે શરૂ થયેલું આંદોલન તેજ બન્યું

જેતપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત સમયે વિકાસ સમિતિના પ્રમુખ સહિત 21ની અટકાયત

જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા શહેરની જનતા ઉપર ભૂગર્ભ ગટર ટેક્સના 1000/-. અને કનેક્શન ચાર્જના 1200/- લાદવાના વિરોધમાં બિનરાજકીય સંગઠન શહેર વિકાસ સમિતિએ આંદોલનના મંડાણ કર્યા છે. સતત બે દિવસ શહેરનાં દરેક વિસ્તારોમાં ફરી લોકોને આ ટેક્સ અને કનેક્શન ચાર્જનીથી વાકેફ કર્યા હતા. આ ચાર્જ રદ કરવા સમિતિનાં સંયોજક મનોજ પારઘી પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદનપત્રઆપી રૂબરૂ રજૂઆત કરી રહ્યા હતા ત્યારે જેતપુર સિટી પોલીસ પી.આઈ. દરજી ત્યાં દોડી આવ્યા હતા અને આવેદન આપવા આવેલા લોકોને મેદાન છોડીને નીકળી જવા તાકીદ કરી હતી.

સાથોસાથ સમિતિના પ્રમુખની અટકાયત કરી હતી, સાથોસાથ તેમની સાથે રહેલા લોકોને પણ લોકઅપના હવાલે કરી તમામ પર જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી આરંભી હતી. જો કે આમ છતાં વિકાસ સમિતિએ વેરા પરત ખેંચવા તાકીદ કરી છે અને આંદોલનને તેજ બનાવવાની જાહેરાત કરી છે તેમજ પ્રતીક ઉપવાસ કરાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...