તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જેતપુરમાં પિયરથી પૈસા લાવવા દબાણ કરી પરિણીતાને ત્રાસ

જેતપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં સસરાએ અણછાજતું વર્તન કર્યાની રાવ
  • સસરા, પતિ, નણંદ, નણદોયા સામે પોલીસ ફરિયાદ

જેતપુરમાં બાવાવાળાપરા વિસ્તારમા રહેતા પરિવારની પુત્રીને અમદાવાદમા સાસરિયા વારંવાર પિતાના ઘરેથી પૈસા લાવવાનું દબાણ કરી ત્રાસ ગુજારતા હોઇ પરિણીતાએ ફરિયાદ કરી છે. બાવાવાળાપરા વિસ્તારમાં રહેતાં પરિવારની દિકરી કૃપાબેનનાં લગ્ન 7 વર્ષ પહેલાં નાકરા (માણાવદર)ના મનસુખભાઈ દેવશીભાઈ શીંગાળાનાં પુત્ર દિપક સાથે થયા હતા. લગ્ન બાદ અમદાવાદ રહેવા જતાં રહ્યા હતા.

ઘેર પતિ હાજર ન હોય ત્યારે કૃપાબેનને તેના સસરા મનસુખભાઈ ફોનમાં લાંબી વાતો કરતાં હોય તેમને ગમતું ન હોય જેથી પતિ દિપકને ફરિયાદ કરી હતી ત્યારે પતિએ કહ્યું કે મારા પિતા જેવા છે તેવા સ્વીકારી લે. બાદમાં અવાર નવાર આવું બનતુ હોય જે યોગ્ય ન હોય થોડા સમય બાદ સસરા, નણંદ સોનલબેન, નણદોય સંજયભાઈ અમદાવાદ રહેવા ગયા હતા ત્યારે કૃપાબેનને પતિ છુટાછેડાની ધમકી આપતાં હોય, તારા બાપ પાસે ઘણાં પૈસા છે તે લઇ આવ કહીને ખાવા બાબતે ત્રાસ આપતાં હોય પિતાને ઘેર આવી શહેર પોલીસમાં સાસરીયા વિરુધ્ધ ફરીયાદ નોંધાવતાં પતિ દિપક શીંગાળા, સસરા મનસુખભાઈ દેવશીભાઈ, નણંદ સોનલબેન, નણદોય સંજય પોપટ ગજેરા, જમન પોપટભાઈ અમરેલીયા વિરુધ્ધ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...