તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાંથી ઉઠતી માંગ:જેતપુરમાં છાશવારે ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર વહી નીકળે છે

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા લોકોમાંથી ઉઠતી માંગ

જેતપુર નગરપાલિકાના સત્તાધિશોની લગામ અધિકારીઓ કે પદાધિકારીઓ કે ભાજપનાં સંગઠન પાસે ન હોવાનું અમુક બનાવો પરથી ફલિત થાય છે. કેમ કે શહેરીજનોની પાયાની સુવિધા જેવી કે લાઈટ, પાણી, રોડ-રસ્તા, ગટર, સફાઈ બાબતનો કોઈ પણ વિસ્તારમાં અભાવ જોવા મળે અને જે તે વિસ્તારવાસી તે બાબતની ફરિયાદ કરે તો તે ક્યારેય ધ્યાન પર લેવાતી જ નથી.

નગરપાલિકા દ્વારા શહેરીજનો પર નવો ડ્રેનેજ કનેકશન ચાર્જ 1200 રૂપિયા અને વાર્ષિક ડ્રેનેજ મેઈન્ટેન્સ કિ. 900 રૂપિયા જેવો વેરો નાખ્યો છે. તેની સામે જુદા-જુદા વિસ્તારોમાં ગટરોમાંથી છલકાઇને ગંદા પાણી રોડ પર વહેતાં નજરે પડે છે. જેમાં મુખ્ય શાક માર્કેટ આવેલી છે ત્યાં ફેરીયાઓને શાકભાજી વેચવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...