તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જેતપુરમાં એમ્બ્યુલન્સના ચાલકોએ ભાડાં વધારી દીધાં

જેતપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટ સુધી આવવાના રૂ.2500ના ઉઘરાણા

અાફતને અવસરમા પલટી નાખે તે માનવી એ ઉક્તિને સકારાત્મક રીતે લઇ લેનારા પણ હાલના સંજોગોમાં અોછાં નથી અને માનવતાનો સાદ પડે તે પહેલાં પહોંચી જાય અને એવા લેભાગુઓ પણ અત્યારે ફૂટી નિકળ્યા છે કે જે આફતને અવસર તો સમજે છે, પરંતુ કમાણીનો. જેતપુરમાં અમુક એમ્બ્યુલન્સ ચાલકોએ ગરજનો ભાવ લેવાનું શરૂ કરી દીધું છે અને રાજકોટ સુધીનું ભાડું કે જે અગાઉ 1300 આસપાસ રહેતું તે હવે રૂ.2500 વસૂલે છે.

જેતપુરમાં કોરોના મહામારીથી દરેક લોકો પ્રભાવિત થયાં હોય આ મુશ્કેલીનાં સમયમાં લોકોની વ્હારે સેવા કરવા અનેક સંસ્થાઓ સમાજ સેવકો આવે છે પરંતુ આ મહામારીને પણ તક સમજી લાભ લેવાનું અમુક લોકો ચુકતા નથી. આ સમયમાં કોઈ ભોજનની હોય કોઈ ઓક્સિજનની સેવામાં લાગી ગયાં છે. ત્યારે એમ્બ્યુલન્સ વાળાએ ભાડા બેફામ વસુલવાનું ચાલું કરી દીધું છે.

રાજકોટનું ભાડું રૂ.1300 અગાઉ લેવાતું તેનાં બદલે હવે રૂ.2500 વસુલી લોકોને લૂંટી રહ્યાં છે. ઉપરાંત એવી પણ ફરિયાદ ઉઠી છે કે ડોકટરો જે દવા લખી આપે છે. તે તો તેનાં હોસ્પિટલનાં મેડિકલ સ્ટોરમાંથી લે તેનાં બદલે બહારથી જો મળતી હોય તો બંન્ને વચ્ચે 70 થી 80 રૂપિયાનો ફરક પડે છે. બહારનાં મેડીકલ સ્ટોરમાંથી સસ્તી મળે છે. આવા સમયે લોકો લૂંટાઈ રહ્યાં હોય તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો