ક્રાઇમ:જેતપુરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, માસ્ક વગર નીકળતા લોકો સામે કાર્યવાહી કરાઇ

જેતપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી વચ્ચે સરકારના કડક આદેશો અમલમાં છે છતાં લોકડાઉનમા થોડી છૂટછાટ મળતાં લોકો ઘણી જગ્યાએ કાયદા ભંગ કરતાં જોવા મળતાના છુટકે પોલીસે કાયૅવાહી કરી હતી. જેતપુર પોલીસ દ્વારા હોટલ રેસ્ટોરન્ટો નિયતે સમયથી વધુ ખુલ્લા રહેતાં માસ્ક વગર નિકળતા લોકો તેમજ આ પાનની દુકાનોમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતાં લોકો તેમજ પાન  માવા ખાઈને જાહેરમાં થુકતા લોકો સામે ઝુંબેશ ચલાવી નિયત દંડ કરી ફરી લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતું.

જ્યારે ધોરાજીમાં પોલીસે માસ્ક ન પહેરનાર સામે 677 કેસો (દંડ) જાહેરનામા ભંગ ના 19 ગુના 3 વાહનો ડિટેઈન કરાયા છે. ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસ વધતાં સંકમણ અટકાવવા માટે રાજકોટ રૂરલ પોલીસના અધીક્ષક બલરામ મીના જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમર ધોરાજી પીઆઇ વિજય જોષી તથા પોલીસે સ્ટાફે શહેર ના વિવિધ વિસ્તારો માં પોલીસ પેટોલીગ કરી ને માસ્ક ન પહેરનાર સામે 677 કેસો (દંડ) જાહેરનામા ભંગ ના 19 ગૂના 3 વાહનો ડિટેઈન કરીને કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...