આત્મહત્યા:જેતપુરમાં બેકારીથી કંટાળી યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો

જેતપુર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવાવરૂ જગ્યાએ વૃક્ષની ડાળીએ દોરી બાંધી લટકી ગયો

જેતપુરના ટાકુડી પરામાં રહેતા યુવકે આર્થિક બેકારીથી કંટાળી ખીરસરા રોડ પર આવેલી એક અવાવરૂ જગ્યાએ વૃક્ષની ડાળીએ દોરી બાંધી આપઘાત કરી લીધો હતો. પોલીસને જાણ કરી મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો.

શહેરના ખીરસરા રોડ પર જોડિયા હનુમાન મંદિર સામેની અવાવરૂ જગ્યાએ એક લીમડાના વૃક્ષની ડાળીએ પ્લાસ્ટીકની દોરી બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ લટકતી હતી. જેની જાણ કોઈએ પોલીસને કરતાં પોલીસ સ્થળ પર પહોંચી લાશને જોતા આ યુવકે એક પ્લાસ્ટીકની દોરી વૃક્ષની ડાળી સાથે બાંધી હતી અને તેનો છેડો ડાળી નીચે ઘોડી પર પાર્ક કરેલ મોટર સાયકલની સીટના હુક નીચે દોરી બાંધી હતી.

યુવકે મોટર સાયકલની સીટ પર ઉભા રહી દોરીનો ગાળિયો ગળામાં નાંખીને મોટર સાયકલને પાટુ મારી પછાડી દઈને આપઘાત કરી લીધો હોવાનું જોવા મળ્યું હતું.પોલીસ તેનું પંચનામું કરતા હતા તે દરમિયાન યુવકના ખીસ્સામાં રહેલા મોબાઈલમાં રીંગ વાગી હતી. જે મોબાઈલ પોલીસે કાઢી વાત કરતા મૃતક યુવાન શહેરના ટાકુડીપરા વિસ્તારમાં રહેતો સંજય મગનભાઇ મકવાણા હોવાની ઓળખ થઈ હતી. મૃતક પરિણીત હતો અને તેને ઘણા સમયથી કંઈ કામ ધંધો મળતો ન હોવાથી આર્થિક બેકારીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...