લૂંટ:જેતપુરમાં સમડી ઝળકી, ઘર પાસે મહિલાના ચેનની તફડંચી, બેંકમાં ફરજ બજાવતી મહિલાનો ચેન ખેંચી બે ફરાર

જેતપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જેતપુર શહેરના નવાગઢ રોડ પર નવી લોહાણા મહાજન વાડી પાસે રહેતી એક બેન્ક કર્મચારી મહિલાના ઘર પાસેથી જ મોટર સાયકલ પર આવેલા બે શખ્સોએ તેણીના ગળામાંથી સોનાના ચેઇનની લૂંટ કરી નાસી છૂટ્યાની સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.શહેરના નવાગઢ રોડ પર લોહાણા મહાજન વાડી પાછળ આસોપાલવ હાઈટમાં રહેતી અને બેન્ક ઓફ ઇન્ડિયામાં ક્લાર્ક તરીકે નોકરી કરતી પ્રકૃતિકુમારી હિમાંશુ સિંહા પોતાની બહેનપણી સાથે બજારમાંથી ખરીદી કરી ઘરે આવતી હતી.

તેણી પોતાના એપાર્ટમેન્ટ પાસે પહોંચી ત્યારે જ ડબલ સવારીમાં આવેલા એક લાલ કલરના મોટર સાયકલની પાછળ બેસેલા યુવાને નીચે ઉતરી તેણી કંઈ સમજે તે પહેલાં જ ગળામાંથી સોનાના ચેઇનની લૂંટ કરી બંને શખ્સો નાશી ગયા હતા.આ અંગે પ્રકૃતિકુમારીએ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી જેમાં લૂંટ કરવા આવેલા બંને શખ્સો આશરે પચીસથી ત્રીસ વર્ષની વયના તેમજ લૂંટ કરીને મોટર સાયકલ પર બેસી જનાર શખ્સે સફેદ કલરનો શર્ટ અને મોઢા પર રૂમાલ બાંધેલો હતો. અને તેના મોટર સાયકલના નંબર પીબી -૧૯ જી - ૧૯૫૮ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા માટે લૂંટના બનાવના આજુબાજુ વિસ્તારના સીસીટીવી કેમેરા ચકાસીને, લૂંટના બનાવમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સામે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...