તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલક હજુ લાપતા:જેતપુરમાં રિક્ષા બેઠા પુલ પરથી નીચે ખાબકી

જેતપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાપતા યુવાનની ફાઇલ તસવીર - Divya Bhaskar
લાપતા યુવાનની ફાઇલ તસવીર
  • પાણીની થપાટ ​​​​​​​લાગતાં બેઠી ધાબી પરથી યુવાન તણાયો

જેતપુરના દેરડી રોડ ઉપર આવેલો બેઠી ધાબીનો પુલ દર વર્ષે કોઈને કોઈ અકસ્માત સર્જે છે, છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી કરાતી નથી કે પુલ બનાવાતો નથી. અધુરામાં પુરું લાઇટ પણ ન હોવાથી ચોમાસામાં વાહનચાલકોની માઠી થાય છે. મંગળવારે આ ધાબી પર વધુ એક અકસ્માત થયો હતો અને રાતે રીક્ષાનો ફેરો કરીને ઘરે જતાં ચાલકે પાણીની થપાટથી કાબુ ગુમાવ્યો અને રીક્ષા સમેત નદીમાં ખાબકતાં ચાલક લાપતા બન્યો હતો.

આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર દેરડી ગામથી રિક્ષાનો ફેરો કરીને ઘરે પરત ફરતા હારુનભાઈ મામદભાઈ આમદાણી (ઉ.વ.૪૦) પુલ પરથી પસાર થતા હતા ત્યારે અંધારામાં રીક્ષા પરનો કાબુ ગુમાવતા પાણીના વહેણ સાથે રીક્ષા બેઠી ધાબીના પુલ ઉપરથી ભાદર નદીમાં ગરકાવ થઈ ગઈ હતી. રીક્ષા સાથે ચાલક હારુનભાઈ પણ તણાયા હતા. ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. હારૂનભાઇને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે.

પિતા લાપતા બન્યાની જાણ કરાતાં પરિવારજનોએ શોધખોળ આરંભી છે અને શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોએ બેઠી ધાબીના બદલે મોટો પુલ બનાવાની અવાર નવાર માંગ કરી હોવા છતાં કોઇ કોઇપણ પ્રકારની કાર્યવાહી નહીં થતાં અહીં અવારનવાર અકસ્માતના બનાવો બનતા જ રહે છે. આ બેઠી ધાબીના પુલ ઉપર પાણી આવી જતા દેરડી, ખોડલધામ, મોણપર, ખંભાલિડા સહિતના ગામો જેતપુર શહેરથી સંપર્ક વિહોણા બની જાય છે. તેમ છતા તંત્ર તેની ગંભીરતા સમજતુ નથી.

અન્ય સમાચારો પણ છે...