તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:જેતપુરમાં લગ્નની લાલચે 3.23 લાખની છેતરપિંડી કરનાર ઠગ ટોળકી ઝબ્બે, યુવાનને ફસાવી નાણાં પડાવ્યા

જેતપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેતપુરનાં યુવાનને લગ્નની લાલચ આપી તેની સાથે રૂ.૩.૨૩ લાખની છેતરપીંડી કરનાર ઠગ ટોળકીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. જેતપુરમાં ભાદરનાં સામાકાઠા વિસ્તારમાં રહેતાં યુવાનને લગ્નની લાલચ આપી ઠગ ટોળકીએ 3.23 લાખનાં મુદ્દામાલની છેતરપિંડી કરી હતી . હાલનાં સમયમાં દિકરીઓની ઘટ હોય લગ્ન કરવા માટે અન્ય જ્ઞાતિ કે અન્ય રાજયની દિકરીઓની સાથે યુવાનો લગ્ન કરવા તૈયાર થઈ જાય છે, આ બાબતને અમુક ભેજાબાજોએ ધંધો બનાવી લોકોને ઠગવાનુ ચાલુ કરયું છે, જેમાં સ્થાનિક દલાલ મારફત લગ્ન વાંચ્છકુ યુવાનને શોધી તેની સાથે લગ્ન કરાવી આઠ દિવસ બાદ તેડી જઈ છેતરપિંડી કરે છે.

આવો જ બનાવ શહેરનાં ભાદરનાં સામાકાઠા વિસ્તારમાં રહેતાં યુવાન કુલદીપભાઈ યોગેશભાઈ જોષી સાથે બન્યો હતો, જેમાં કુલદીપભાઈને લગ્ન કરાવી તેનાં રૂ.2,02,000 તેમજ સોના-ચાંદીના દાગીનાં રૂ.1,12,000 મોબાઈલ રૂ.9000 મળી કુલ રૂપિયા 3.23 લાખની છેતરપિંડી કરી હોવાની શહેર પોલીસમાં કુલદીપભાઈએ ભગવતીબેન માધવલાલ ત્રિવેદી,ધનીબેન માધવલાલ ત્રિવેદી (રહે.અમદાવાદ), અરૂણાબેન ભરતભાઈ મહેતા,ભરત ગીરધરભાઈ મહેતા (રહે.જુનાગઢ), અનીરૂદ્ઘસિંહ ઉફે મુન્નો ખુમાનસિંહ ગોહેલ (રહે.ભાવનગર),ધીરૂ પુનાભાઈ ભલક (રહે.જેતપુર),વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો અને જૂનાગઢ તાલુકા પોલીસે આવી રીતે યુવાનોને લગ્નની લાલચ આપી યુવાનો સાથે ઠગ આચરતી ટોળકીને પકડી પાડી હતી, જેમાં પણ આરોપીઓ ઉપર મુજબ હોય આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ આવી છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...