જેતપુર તાલુકાના હરીપર ગામમાં ખેડૂતે ૪ વિઘામાં વાવેતર કરેલી બાજરીનું બિયારણ ખરાબ નિકળતા પાક નિષ્ફળ જતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે. બિયારણ , વાવેતર સહિતના ખર્ચે માથે પડતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આથી ખેડૂતે બિયારણ વેચતી કંપની સામે ફરિયાદ દાખલ કરી છે.
જેતપુર તાલુકાના હરીપર ગામમાં ઉનાળુ બાજરી પકવતા ખેડૂત છનાભાઈ મુળુભાઇ ડાભીએ અવની ૫૫૫+ બાજરીનું બિયારણ જેતપુર એગ્રોની દુકનામાંથી ખરીદ્યું હતું, જેનું ૪ વિઘામા વાવેતર કર્યુ હતું પરંતું બિયારણ ખરાબ નિકળતા ખેડૂત તેમજ ખેડૂતના ભાગીદાર રાખી મજૂરી કામ કરતા પરિવાર ઉપર પડયા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.
જેમાં પહેલા અતિવૃષ્ટિથી અને હવે બિયારણ ફેલ જતાં નુકસાન થયુ છે. બાજરીનો પાક જે તૈયાર થવા આવ્યો છતાં ડૂંડામાં દાણા જોવા નાં મળતા ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે ખેડૂતે કંપનીમા રજૂઆત કર્યા બાદ પણ કંપનીમા કોઇ સાંભળવા તૈયાર ન હોય તેવો અસંતોષ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હાલ તો ખેડૂતોને ખેડ , બિયારણ દવા , પાણી સહિત મહેનત, મજૂરી પણ પાણીમાં જતા ખેડૂતોને મોટુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતે કંપની અને ડીલર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.