તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:જેતપુરના પાંચપીપળામાં એક મહિનામાં જ 70 લોકોનાં મોત

જેતપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ, નોન કોવિડ મળી મૃતાંક 70, સરપંચે ઘરે ઘરે ચેકિંગ શરૂ કરાવ્યું

જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પાંચપીપળા ગામે એક જ માસમાં કોવિડ અને નોન કોવિડ મળીને 70 લોકોની અંતિમ વિધિ થઇ હોવાના આંક જાહેર થતાં લોકોમા ભય ફેલાયો છે. કોરોના બીજી લહેર હવે શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારમાં કહેર મચાવી રહી છે. જેતપુર તાલુકાના પાંચ પીપળા ગામે 1 મહિનામાં પાંચપીપળા ગામમાં 70 જેટલા લોકોના મોત થયા છે અને કોરોનાના કેસો પણ પાંચપીપળામાં ઝડપથી વધી રહ્યાં છે.

ગામના લોકોએ આ ચેઇન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે અને આ સંક્રમણ ને અટકાવવા આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ ચેકઅપ થઈ રહ્યું છે. જેમાં ગ્રામજનોનું ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ દર્દીઓને દવાઓ આપવામાં આવી રહી છે અને કોઈ પોઝિટિવ જણાય તો તેમને હોસ્પિટલમાં રીફર કરી રહ્યા છે. જેતપુરનું પાંચપીપળા પહેલું ગામ એવું છે કે જ્યાં 1 મહીનામાં સામાન્ય દિવસોમાં 3 થી 4 મોત થતા ત્યાં આ એક જ મહીનામાં ગામમાં 70 મોત થતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

હું પોતે પણ સંક્રમિત હોઇ હોસ્પિટલમાં હતો
હું પોતે પણ સંક્રમિત થઇ ગયો હતો અને ઘરે સારવાર શક્ય ન બનતાં હોસ્પિટલમાં દાખલ થયો હતો. અને આજે જ મને રજા આપવામાં આવી છે પરંતુ હોસ્પિટલના બીછાને રહીને મને ગામના સમાચાર મળતાં રહેતા અને ચિંતા થતી. ત્યાંથી જ મેં અારોગ્ય ટીમનો સંપર્ક કરીને તાબડતોબ ઘરે ઘરે ચેકિંગ હાથ ધરવા અને સંક્રમણ અટકાવવા ભલામણ કરી હતી. લોકડાઉન તો અમે લાગૂ કરી જ દીધું છે. - ભરતભાઇ જોડિયા, સરપંચ

અન્ય સમાચારો પણ છે...