તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલખોલ:જેતપુરમાં એક મહિનામાં 545 લોકોએ લઇ લીધી કાયમી વિદાય

જેતપુર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 16 સ્મશાનમાં થયેલી અંતિમવિધિએ તંત્રના દાવા ખોટા પાડ્યા
 • એક સ્મશાનમાં તો અસ્થિકુંભથી અલાયદો અાખો રૂમ ભરાઇ ગયો

જેતપુરમાં કોરોનાએ એપ્રિલ મહિનામાં જેતપુરમાં મોતની સુનામી સર્જી હોય તેમ શહેરમાં હિન્દુ મુસ્લિમોના 16 સ્મશાનમાં 545 જેટલાં મૃતદેહોની અંતિમવિધિ થતાં વહીવટી તંત્રના સબ ઠીક હેની સિસ્ટમના દાવાની હવા નીકળી ગઈ હતી. જેતપુરમાં વિવિધ જ્ઞાતિના 16 સ્મશાનમાં 545 જેટલા મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ મૃતદેહોને અંતિમવિધિ માટે લઈ જતો અંતિમયાત્રા રથ શહેરના વિવિધ વિસ્તારોમાં એટલી વાર નીકળવા લાગ્યો કે તેમાં સતત વાગતું ભજન નાના બાળકોને પણ કંઠસ્થ થઈ ગયું છે.

શહેરનું મુખ્ય સ્મશાનમાં કે જ્યાં ખાટલાઓ ખૂટી પડે તેટલા રોજ મૃતદેહો આવતા હોવાથી સ્મશાનમાં ચાર નવા ખાટલા બનાવવામાં આવ્યા હોવાથી હવે કુલ નવ ખાટલાઓ અને બે વિદ્યુતભઠ્ઠી એટલે કે મોત બાદની વિધિની આગવું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી લહેર અને આવનારી ત્રીજી લહેર માટે કોઈ આગવું આયોજન નથી. જેથી જ મૃતદેહોની અંતિમવિધિ બાદ તેમના અસ્થિઓને રાખવામાં આવતો એક આખો રૂમ અસ્થિકુંભનો ભરાઇ ગયો છે.

સ્મશાનના સંચાલક પરસોત્તમભાઈ દવેએ આ અસ્થિઓ વહેલી તકે લઈ જવા મૃતકોના પરીવારજનોને અપીલ કરવી પડી છે. કોઈ સારું વિકાસનું કામ થાય તો તેનો જશ નેતાઓ લેતા હોય છે તો અત્યારે ખાટલા અને બાટલાના અભાવે 545 જેટલા છેલ્લા એક મહિનામાં જ મોત થતાં મોતની જવાબદારી પણ તંત્રએ સ્વીકારવી રહી!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો