તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:જેતપુરના દેરડીધારમાં બોલાચાલી કરી ચાર શખ્સનો ધારિયાથી હુમલો

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાને ‘તું આઘો જા, અમને વસ્તુ લેવા દે કહી’ ઝપાઝપી

જેતપુરના દેરડીધારમાં ઉમેશભાઈ કેશુભાઈ ચારોલીયા, તેનો ભત્રીજો અશ્ચિન વિજયભાઈ બન્ને કરીયાણાની દુકાને વસ્તુ લેવા ગયા હોય ત્યાં ઉભેલા શખ્સે તું આઘો જા અમને વસ્તુ લેવા દે તેમ કહી બોલાચાલી થતાં ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઝપાઝપી કરતાં તેના ભાઈ-ભાભી વિજયભાઈ, શીતલબેન બચાવવા વચ્ચે પડતાં ચારેય શખ્સે મારમારી ગાળો આપી સ્કુટરની ડેકીમાંથી ધારીયુ કાઢી હુમલો કરતાં ઉમેશભાઈને માથા, હાથ પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્સો નાસી છૂટતાં ઉમેશભાઈ લોહીલુહાણ બની ગયા હતા, અશ્ચિનને ઈજા થઇ હોય 108 મારફત સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. શહેર પોલીસે શીતલબેનની ફરિયાદ પરથી ચારેય શખ્સો કૃલાણ ઉતમભાઈ ભાટીયા, નરેશ ઉર્ફે ભોલીયો, પ્રવિણભાઈ રાણાવ, રફીક ગેરેજવાળો ગૌતમ બાવાજી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...