તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જેતપુર પાસે હિટ એન્ડ રન, એકને ઇજા થતાં સારવારમાં

જેતપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાગઢના મયૂર ફાર્મ પાસે બની ઘટના

જેતપુરના નવાગઢ પાસે આવેલા મયુર ફાર્મ પાસે મોડી સાંજે હીટ એન્ડ રનની ઘટના બની હતી અને એક અજાણ્યું વાહન એક બાઇક ચાલકને ઠોકર મારીને નાસી જતાં બાઇક ચાલક રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા. જેતપુરના નવાગઢ કેનાલ પાસે આવેલા મયુર ફાર્મ પાસે મોટરસાઇકલ પર જઇ રહેલા રસીકભાઈ ઠાકોર (ઉ.50) ને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી.

તાત્કાલિક 108 દ્વારા જેતપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપીને જૂનાગઢ રીફર કરવામા આવેલ હતા. અકસ્માત સર્જી અજાણ્યુ વાહન નાશી છૂટયુ હતું. આ બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો